બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શોપિંગ / ac fridge washing machine price drop due to raw material available cheaper

રાહતના સમાચાર / મધ્યમ વર્ગ માટે ખુશખબર! વધતી જતી મોંઘવારી વચ્ચે સસ્તા થઈ શકે છે ફ્રીજ,AC અને વોશિંગ મશીન

MayurN

Last Updated: 03:34 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થઇ રહ્યું છે, ત્યારે સમાચાર આવ્યા છે કે ફ્રીજ, એસી અને વોશિંગ મશીનના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઈ શકે છે.

  • બે વર્ષના વધારા બાદ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ થશે સસ્તી
  • તાંબુ, એલ્યુમીનીયમ, સ્ટીલના ભાવમાં ઘટાડો નોંધાયો
  • એસી, રેફ્રિજરેટર્સ, માઇક્રોવેવ અને વોશિંગ મશીનમાં થશે ઘટાડો

ઇલેક્ટ્રોનિક વસ્તુઓ થશે સસ્તી
મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે, પરંતુ આજે મધ્યમ વર્ગ માટે એક સારા સમાચાર છે. સમાચાર એ છે કે તહેવારોની સીઝન પહેલા ફ્રિજ, એસી અને વોશિંગ મશીનના ભાવમાં ઘટાડો થઈ શકે છે. એટલે કે સામાન્ય લોકોને આસમાનને આંબતી મોંઘવારીમાંથી જલ્દી રાહત મળી શકે છે. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટ અનુસાર ફ્રીજ, એર કંડીશનર, માઇક્રોવેવ અને વોશિંગ મશીન સહિત અન્ય કેટલીક ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઇ શકે છે.

કીમત ઘટવાનું કારણ 
હકીકતમાં કંપનીઓએ પાછલા કેટલાક દિવસોમાં મોંઘા કાચા માલ પર ઇનપુટ કોસ્ટ વધારી દીધી હતી જેના કારણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, કંપનીઓ હવે ઇનપુટ ખર્ચમાં ઘટાડાનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવા માંગે છે. 

તાંબુ, એલ્યુમીનીયમ, સ્ટીલના ભાવમાં ઘટાડો 
બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈના તાજેતરના અહેવાલ મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ આ વર્ષે ટોચ પર પહોંચ્યા બાદ તાંબુ હવે 21 ટકા સસ્તું થયું છે. જ્યારે સ્ટીલના ભાવમાં 19 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય આ વર્ષે એપ્રિલથી એલ્યુમિનિયમના ભાવમાં 36 ટકાનો ઘટાડો થયો છે. કોમોડિટીના ભાવમાં ઘટાડાથી કંપનીઓના માર્જિનમાં વધારો થશે. મંદીને નિયંત્રિત કરવામાં પણ મદદ મળશે. આ સુધારાથી બજાજ ઇલેક્ટ્રિકલ્સ, બ્લ્યુસ્ટાર, ક્રોમ્પટન, હેવેલ્સ, વોલ્ટાસ અને વ્હર્લપૂલ જેવા વ્હાઇટ ગૂડ્ઝ ઉત્પાદકોને સીધો ફાયદો થશે કારણ કે કાચા માલની ખરીદી વધુ સસ્તી બનશે.

ગ્રાહકોને મળશે છૂટ
ઈનપુટ ભાવમાં સુધારા સાથે ભાવ વધારવાની જરૂરિયાત ઘટી છે. મોટી કંપનીઓએ છેલ્લા બે વર્ષમાં સતત ભાવ વધારો કર્યો છે, તે જોતાં રાહત જરૂરી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું માનવું છે કે વધેલા માર્જિનથી એસી, રેફ્રિજરેટર્સ, માઇક્રોવેવ અને વોશિંગ મશીનના ઉત્પાદકોને તેમની જાહેરાતમાં વધારો કરવા અને ગ્રાહકોને વધુ સારી છૂટ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Air Condition Cheaper Fridge Home Appliances Washing machine russia ukrain war tamara kamnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ