બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 04:51 PM, 8 January 2021
ADVERTISEMENT
વલસાડ જિલ્લાને અડીને આવેલા પાડોશી સંઘપ્રદેશ દમણ પ્રવાસન સ્થળ છે. સમગ્ર દેશમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીંયાની સુંદરતા અને દમણના દરિયા ને માણવા આવે છે. જોકે દમણમાં કેટલાક વિસ્તારમાં ઔદ્યોગિક એકમો પણ ધમધમી રહ્યા છે. ત્યારે આ વિસ્તારોમાં અનેક વાર મોટા ગુન્હાઓ પણ પ્રકાશમાં આવે છે. ત્યારે આ વખતે દમણના ડાભેલ વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સંતોષનું કરૂણ મોત થયું હતું
ADVERTISEMENT
ઘટનાને લઇને દમણ પોલીસે હોસ્પિટલ જઈને તપાસ કરતાં કેટલાક ઈસમોએ દમણમાં મિસ્ત્રી કામ કરતાં સંતોષ નામના યુવાન પર જાનલેવા હુમલો કર્યો હતો. આ હુમલામાં સંતોષનું કરૂણ મોત થયું હતું.. દમણ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે હુમલો આઠથી દસ લોકોએ કર્યો હતો અને સંતોષ ને ઢોર માર મારતા હોસ્પિટલ લઈ જતા પહેલાં જ તેનું મોત થયું હતું. દમણ પોલીસે આ મામલે ગણતરીના સમયમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
છેડતીના મામલે જ સમગ્ર મામલો બિચક્યો હતો
નાનકડા ડાભેલ વિસ્તારમાં સનસની મચાવનારા હત્યાકાંડ મામલે દમણ પોલીસે હાલ તો 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હજી જોકે હજી અન્ય આરોપી પકડાઈ તેવી શક્યતા જોવાઇ રહી છે. દમણ પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે મિસ્ત્રી કામ કરતાં સંતોષ વીરેન્દ્ર બૈઠા દ્વારા બે દિવસ અગાઉ એક સગીરા યુવતી છેડતી કરવામાં આવી હતી. અને આ મામલે સગીરાએ તેના વાલીને જાણ કરી હતી છેડતીના મામલે જ સમગ્ર મામલો બિચક્યો હતો.
આઠથી દસ લોકોએ સંતોષને ઢોરમાર માર માર્યો
સગીરાના પિતાએ તેના બિલ્ડર કોન્ટ્રાક્ટરને આ મામલે ફરિયાદ કરી હતી .જેને લઇને કોન્ટ્રાક્ટરે મિસ્ત્રી કામ કરતા સંતોષ ને પતાવટ માટે બોલાવ્યો હતો અને બંને પરિવાર વચ્ચે મામલો શાંતિથી પતી જશે. તેમ માની ને સંતોષ કોન્ટ્રાક્ટર પાસે ગયો હતો.જોકે અગાઉથી પ્લાનિંગ કરી આવેલા કોન્ટ્રાક્ટર અને તેના માણસો એ સંતોષ પર જીવલેણ હુમલો કર્યો હતો લાઠી,લાત અને ઘુસાઓ મારીને આઠથી દસ લોકોએ સંતોષને ઢોરમાર મારવામાં આવ્યો હતો.
ઘાયલ સંતોષને એક ટેમ્પોમાં ભરી ને રસ્તા પર છોડીને આરોપીઓ ફરાર
ઘાયલ સંતોષને એક ટેમ્પોમાં ભરી ને રસ્તા પર છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેથી 108 એમ્બ્યુલન્સ મૃતક સંતોષ હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ સંતોષ નુ મોત થઈ ગયું હતું. દમણ પોલીસે આ મામલે આરોપી કલ્પેશ પટેલ, ગિરીશ ,જીતુ ,કમલેશ ,ગુલાબ અને લલિત ની ધરપકડ કરી લીધી છે.
નાનકડી છેડતીના બનાવના કારણે અનેક પરિવારોને માત માથે આભ તૂટી પડયું
આ હત્યા ને મામલે હજી બીજા આરોપી ઝડપાયા તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે. દમણ પોલીસના જાપ્તામાં ઊભેલા આ ઈસમો નવયુવાન છે અને આવેશમાં આવીને બીજાની બબાલ પોતે લઈ લેતા હાલે જેલની હવા ખાઇ રહ્યા છે. અને હત્યાના આરોપસર આગામી લાંબો સમય જેલમાં જવાનો વારો આવશે. ત્યારે એક નાનકડી છેડતીના બનાવના કારણે અનેક પરિવારોને માત માથે આભ તૂટી પડયું છે. છેડતી કરનાર સંતોષ ની હત્યા થઈ ગઈ છે તો બાકીના લોકોને પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.