બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Abroad craze 500 Indians renouncing citizenship every day which countries are hot favorite

પરદેશ / વિદેશમાં જવાની ઘેલછા: રોજ 500 ભારતીયો છોડી રહ્યા છે નાગરિકતા, જાણો કયા દેશ છે હોટફેવરિટ

Last Updated: 07:34 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નાગરિકતા છોડીને સૌથી વધારે લોકો અમેરિકા જઈને વસવાનું પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે દર વર્ષે 55 હજાર લોકો ભારતીય નાગરિકતા છોડીને અમેરિકી નાગરિતા લઈ રહ્યા છે.

  • દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા 
  • મોટાભાગના નાગરિકો અમેરિકા જઈને કરી રહ્યા છે વસવાટ 
  • ભારતીય પાસપોર્ટ સાથે 71 દેશોમાં થઈ શકે છે વિઝા વગર યાત્રા

દર વર્ષે એવા ભારતીયોની સંખ્યા વધતી જ જઈ રહી છે જેઓ વિદેશ જઈને વસી રહ્યા છે. ભારતીય નાગરિકતા છોડીને સૌથી વધારે લોકો અમેરિકા જઈને વસવાનું પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે દર વર્ષે 55 હજાર લોકો ભારતીય નાગરિકતા છોડીને અમેરિકી નાગરિતા લઈ રહ્યા છે. તમે ભારતીય પાસપોર્ટની સાથે 71 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો. 

જ્યારે અમેરિકી પાસપોર્ટ સાથે 173 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો. એવામાં એવો પ્રશ્ન જરૂર થાય કે એવી કઈ સુવિધાઓ છે જેના કારણે ભારતમાં રહેતા લોકો વિદેશમાં વસવા માંગે છે. 

કયા કારણે લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરિકતા? 
વિદેશી નાગરિકતાનું નામ સાંભળતા જ આપણા મનમાં પહેલું નામ કેનેડાનું આવે છે. પરંતુ કેનેડા કરતા અમેરિકા જઈને વસવાટ કરવાનું ભારતીય લોકો વધારે પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે લગભગ 55 હજાર લોકો ભારતીય નાગરિકતા છોડીને અમેરિકી નાગરિકતા સ્વીકારી રહ્યા છે. 

જોકે આ ગણતરીમાં થોડો ઘટાડો થયો છે જેના પાછળનું કારણ છે ગ્રીન વિઝા માટે લાગતુ 9 લાખ ડોલરનું ભારે ભરખમ રોકાણ. બાકી બીજા દેશોની વાત કરીએ તો અમેરિકા બાદ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો નંબર પહેલા આવે છે. 

લોકો શા માટે જઈ રહ્યા છે વિદેશ?
મોટાભાગે ભારતીયોને વિદેશની જે વસ્તુઓ આકર્ષીત કરે છે તેમાં છે હાઈફાઈ લાઈફસ્ટાઈલ, સ્વચ્છ વાતાવરણ, સારી કમાણી, સારૂ એજ્યુકેશન અને હેલ્થ કેર. આ બધા ઉપરાંત એક સૌથી મોટુ કારણ છે તે છે બીજા દેશોની અપેક્ષામાં ભારતનો નબળો પાસપોર્ટ. તમે ભારતીય પાસપોર્ટની સાથે 71 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો. જ્યારે અમેરિકી પાસપોર્ટ સાથે 173 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકો છો.

ત્યાં જ જો કેનેડા અને ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો તેના પાસપોર્ટ સાથે તમે 172 દેશોની યાત્રા વીઝા વગર કરી શકો છો. લાઈફસ્ટાઈલ અને ઓછી કમાણી તો ઠીક પરંતુ આ બધા ઉપર એક મોટો પોઈન્ટ એ છે રૂપિયાની ઘટતી કિંમત. જે ભારત માટે માઈનસ પોઈન્ટ સાબિત થઈ રહ્યો છે. આજની તારીખમાં 1 ડોલરની કિંમત 82 રૂપિયા 18 પૈસા છે. જે લોકોને ભારત છોડવા માટે લલચાવે છે. 

ગરીબ અને શ્રમિકો પણ લઈ રહ્યા છે વિદેશી નાગરિકતા
મહત્વની વાત એ છે કે હાઈફાઈ લોકોની સાથે ગરીબ અને શ્રમિકો પણ વિદેશી નાગરિકતા લઈ રહ્યા છે. અમેરિકામાં એવરેજ લેબર કોસ્ટ પ્રતિ કલાક 596 રૂપિયા છે. બ્રિટનમાં 945 રૂપિયા છે. ઓસ્ટ્રેલિયામાં 1800 રૂપિયા છે. જ્યારે આ જ કિંમત ભારતમાં ફક્ત 170 રૂપિયા પ્રતિકલાક છે. આજ કારણ છે કે શ્રમિકો તક મળતા જ વિદેશ જઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America abroad canada citizenship અમેરિકા વિદેશી નાગરિકતા Abroad citizenship
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ