સુરત વ્હોરા સમાજના અગ્રણી પર જમીન વિવાદ મુદ્દે શખ્સોએ કર્યો હુમલો

By : krupamehta 12:29 PM, 05 November 2018 | Updated : 12:29 PM, 05 November 2018
સુરત: શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં વ્હોરા સમાજના અગ્રણી પર હુમલો થયો છે. આ હુમલો જમીન વિવાદમાં થયો હોવાનું જાણવા મળ્યું છે. 

મળતી માહિતી અનુસાર નવાપરા દેવડી પાસે રહેતા વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાળા રવિવારે મોડી સાંજે તેના ઘર પાસેથી પસાર થતા હતા. ત્યારે ઝાપાબજારના માથાભારે વસીમ બિલ્લાએ તેના અન્ય સાગરીતો સાથે આંતરી તેમને ઉભા રાખી તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. 

રૂ. પાંચ કરોડની ખંડણીની માંગણી કરી સાગરીતો સાથે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાતા વ્હોરા સમાજ સ્તબ્ધ થઈ ગયો છે. બદરી લેસવાળાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઘટનાના સીસીટીવી આધારે પોલીસે તપા હાથ ધરી છે.Recent Story

Popular Story