AAP to increase BJP's tension here after announcement of Gopal Italia
નવું અભ્યાન /
સુરતમાં જોરદાર પ્રદર્શન બાદ હવે AAP અહીં ભાજપનું ટૅન્શન વધારશે, ગોપાલ ઈટાલિયાએ કરી જાહેરાત
Team VTV07:16 PM, 13 Mar 21
| Updated: 07:46 PM, 13 Mar 21
ગાંધીનગર મનપાની પણ ચૂંટણી યોજાશે. અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
ગાંધીનગર મનપામાં ચૂંટણી ઉતરશે AAP
AAPના કાર્યકરોનું યોજાશું સંમેલન
ગાંધીનગરમાં પગપેસારાનો AAPનો પ્લાન
ગુજરાતમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી અને પરિણામમાં ભાજપનો સવર્ત્ર ભગવો લહેરાયો છે. પરંતુ સુરતમાં આ વખતે કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકી નથી. તો આ્રમ આદમી પાર્ટીના એક સાથે 27 કોર્પોરેટર્સ બન્યા છે. તો હવે ગાંધીનગર મનપાની પણ ચૂંટણી યોજાશે. અને આ ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહી છે.
સુરતમાં 27 ઉમેદવારની જીત બાદ આમ આદમી પાર્ટીનું નવું મૂકામ ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી તરફ છે. જેના કારણે AAPના પ્રદેશ હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. રાયસણ વિસ્તારમાં યોજાયેલા સંમેલનમાં આગામી ચૂંટણીને લઈ અનેક મુદ્દાઓ ઉઠ્યા હતા. મહત્વનું છે કે, થોડા દિવસોમાં ગાંધીનગર મનપાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.