બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP leader Yuvraj Singh Jadeja's arrest case

કાર્યવાહી / પોલીસ પર કાર ચઢાવવા મામલે AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ પોલીસની વધુ એક કાર્યવાહી

ParthB

Last Updated: 03:45 PM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAPના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલે પોલીસે યુવરાજસિંહની ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવાયા છે.

 

  • AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલો
  • યુવરાજસિંહ જાડેજાની ગાડીની FSL તપાસ કરાઇ
  • ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના નિશાન મેળવાયા

AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડનો મામલો

સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા વિદ્યાર્થી નેતા  યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજા સહિત 2 લોકોની ગત રોજ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ વિરુદ્ધ પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જો કે, હાલ  પોલીસ વિભાગ દ્વારા ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવાયા છે.  

એક સપ્તાહમાં FSLનો રીપોર્ટ આવવાની શક્યતા  

તેમજ પોલીસે AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ગાડીને FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવી છે.જ્યાં ગાડી પરથી પોલીસ કોન્સ્ટેબલના પંજાના ફૂટેજ મેળવવામાં આવ્યાં છે. તેમજ ગાડીમાં લાગેલા કેમેરાના ફૂટેજ પણ FSL મોકલવામાં આવ્યા છે.આમ FSLના તમામ રિપોર્ટ આગામી એક સપ્તાહમાં આવવાની શક્યતાઓ છે.    

યુવરાજસિંહની ધરપકડ કેમ ?

ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના સમર્થનમાં યુવરાજસિંહ પહોચ્યા હતા.  વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવનાને પગલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી.  આ મામલે SP મયુર ચાવડાએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે  યુવરાજસિંહ અને દિપક ઝાલા સચિવાલયથી SP કચેરી આવ્યા હતા. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજસિંહે ભાગવાના પ્રયાસમાં ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કર્યો હતો.જેથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. 

યુવરાજસિંહ સામે કઇ કલમ લગાવાઇ ?
 
મહત્વનું છે કે યુવરાજસિંહ સરકારી ભરતીમાં રહેલી ખામીઓ અને થઈ રહેલી ગેરરીતિને પુરાવાઓ સાથે સરકાર સમક્ષ આયોજનને લઈ સવાલો ઊભા કરી રહયા છે. સરકારી ભરતીની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં યુવરાજસિંહ જાડેજા વધુ લોકપ્રિય છે. ત્યારે ગાંધીનગરમાં વિદ્યાસહાયકોના વિરોધના સમર્થનમાં પહોંચેલા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમની પરમીશન ન હોવાને બહારને ગાંધીનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી.  આ દરમિયાન  પોલીસ પર હુમલો કરવાના ગુના બદલ યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Yuvraj Singh Jadeja aap leader arrest case gujarat આપ નેતા ગુજરાત ગુજરાતી ન્યૂઝ ઘરપકડ કેસ યુવરાજસિંહ જાડેજા Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ