બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAP leader Yuvraj Singh Jadeja made big revelations about the recruitment scandal

ગંભીર આક્ષેપ / ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલો : યુવરાજસિંહે કહ્યું- ઉપર સુધી પહોંચે છે પૈસા, આ વ્યક્તિની સેટિંગમાં મહત્વની ભૂમિકા

Ronak

Last Updated: 02:19 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતી કૌભાંડ મામલે આપ નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે મોટા ખુલાસા કર્યા છે. જેમા તેમણે નામ સાથે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવાર વાદ ચાલી રહ્યો છે.

  • ભરતી કૌભાંડને લઈ આપ નેતાનો મોટો ખુલાસો 
  • યુવરાજસિંહ જાડેજાએ નામ સાથે કર્યા મોટા ખુલાસા 
  • જે સમાજના નામ લીધા હતા તેમની માફી માગી 

સ્પર્ધાત્ક પરીક્ષા અંગે AAP નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર આક્ષેપો સાથે મોટું નિેવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે એવું કહ્યું કે ઉર્જા વિભાગની ભરતીમાં પરિવારવાદ અને સગાવાદનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમા ઈટલા પ્રાથમિક શાળાના  3 વ્યક્તિઓ મુખ્ય હોવાની તેમણે વાત કરી છે. જેને લઈને હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 

ઓળખાણ વાદથી લોકો નોકરીએ લાગ્યા: યુવરાજસિંહ જાડેજા 

શિક્ષક દિલીપ પટેલના સગા વિજય પટેલની ભરતી કરવામાં આવી તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે. સાથેજ તેમણે એવું નામ સાતે ઉલ્લેખ કરતા કહ્યું કે શ્વેત પટેલ વચેટીયાની ભૂમિકામાં છે ઉપરાંત કૃપલબેન અને હેતશી પટેલ પણ ઓળખાણ વાદથી લાગેલા છે. વધુંમાં તેમણે શિખા પટેલ જેટકોમાં નોકરી કરે છે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. 

દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય સૂત્રધાર 

સમગ્ર મામલે દિલીપ પટેલ અને અરવિંદ પટેલ મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. જેઓ ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે સેટિંગ કરવા છે. સાથેજ તેમણે કહ્યું કે અધિકારીઓના નામ પણ મળ્યા છે પરંતુ તેઓ ક્રોસ વેરિફાઈડ કરીને નામ જાહેર કરશે. એમડી સહિતની પોસ્ટ પર રહેલા કુલ 108 લોકોના નામ સામે આવ્યા છે કે જેઓ ખોટી રીતે નોકરીએ લાગ્યા છે. 

45 સગાઓને નોકરીએ લગાવ્યા 

યુવરાજ સિંહ જાડેજાના કહેવા પ્રમાણે દિલીપ પટેલના બે સગા થર્મલ સ્ટેશનમાં જોબ કરે છે. સમગ્ર મામલે તેમણે એવા ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે તેમણે 45 જેટલા સગાઓને નોકરી લગાવ્યા છે. સાથેજ તેમણે ભરતી કૌભાંડ મામલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. 

ઓનલાઈન પરિક્ષામાં પણ સેટીંગનો ઉલ્લેખ 

મહેન્દ્ર ઉર્ફે મયો ના નામ સાથે ઉલ્લેખ કરીને કહ્યું કે તે વહીવટી તરીકે કામ કરે છે. સાથેજ એકજ વ્યક્તિના ઓળખાણ પર દરેક લોકોને નોકરી આપવામાં આવે છે અને ખોટી રીતે ભરતી કરવામાં આવી રહી છે તે વાતનો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે ઓનલાઈન એક્ઝામમાં પણ સેટિંગ થતા હોય છે. 

એક વ્યક્તિ 5 ફોર્મ ભરે છે 

યુવરાજ સિંહે લગાવેલા આક્ષેપો પ્રમાણે એક વ્યક્તિ 5 ફોર્મ ભરે છે અને જ્યા સેટિંગ થાય ત્યા જઈને તે પરીક્ષા આપતો હોય છે. અરવિંદ પટેલના નામનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમણે પોતાના 45 સગાઓને નોકરી અપાવી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે મે જેમના જેના નામ આપ્યા છે તેના પુરાવાઓ પણ મારી પાસે છે. 

મુખ્યમંત્રીને તપાસ કરવા અપીલ 

સમગ્ર મામલે તેમણે એવું કહ્યું કે નામ, નોકરી સ્થળ, ઓડિયો ક્લીપ તેમજ કેટલા રૂપિયાની લેણદેણ થઈ તે તમામ વિગતો મારી પાસે છે જેથી તેમણે આ મામલે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને તપાસ કરાવવા અપીલ કરી છે. જેમા તપાસ એજન્સીની રચના કરીને તપાસ કરાવાની વાત કરવામાં આવી છે. 

8 કરોડની સંપત્તીની તપાસ કરવા માગ 

યુવરાજસિંહે દિલીપ ભાઈ ડાહ્યા પાસે જે સંપત્તી છે તેની તપાસ કરવાની માગ કરી છે. કુલ 8  કરોડની સંપત્તિ તેમની પાસે ક્યાંથી આવી તેની ખાસ તપાસ કરવાંમાં આવે. હેડ ક્લાર્ક પરિક્ષામાં પણ પિનાકીન બારોટનું નામ આવ્યુ હતું જેથી તેમણે કહ્યું કે પિનાકીન બારોટ પણ ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ સાથે સંકળાયેલા હતા. 

આંગડિયા મારફતે 15 લાખ આપવામાં આવ્યા 

યુવરાજ સિંહે સમગ્ર મામલે એવું પણ કહ્યું કે MGVCLની ભરતીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમા વડોદરા ખાતે 8 લાખ રૂપિયા લઈને જેટકોની ભરતીમાં નોકરી અપાવવાની વાત કરી હતી. જે બાબતની તેમની પાસે વોટ્સએપ ચેટ અને નાણાકીય લેવડ દેવડના પણ પુરાવાઓ છે. આંગડીયા મારફતે 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા તે વાતનો પણ યુવરાજ સિંહે ઉલ્લેખ કર્યો છે. 

જે સમાજના નામ લીધા તેમની માફી માગી 

યુવરાજ સિંહ જાડેજાએ માફી માગતા કહ્યું કે મે જે પણ સમાજના નામ લીધા હતા તેમની હુ માફી માગું છું સાથેજ તેમણે કહ્યું કે મારો કોઈ સમાજને બદનામ કરવાનો હેતુ ન હતો. તેમણે કહ્યું કે સરકારને યોગ્ય પગલા લેવા અપીલ કરવી જોઈએ અને બધાએ સાથે મળીને લાભ લેવી જોઈએ કારણકે ઉપર સુધી રૂપિયા પહોચે છે. 

જે એજન્સીને કામ સોંપાય છે ત્યાજ કૌભાંડ થયું

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવરાજ સિંહે એવા આક્ષેપ લગાવ્યા છે કે જે એજન્સીને કામ સોંપાય છે ત્યાજ કૌભાંડ થઈ રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે કોમ્યુટરો જપ્ત કરાયા હોત તો પુરાવા મળી શકતા હાલ કમ્યુટર સેટિંગના સીધા પુરાવાઓ નથી મળ્યા. વધુમાં તેમણે કહ્યું કે સેટિંગ કરેલા ઉમેદવારના કમ્પ્યુટરમાં ચીપ લગાવેલી હોય છે. સમગ્ર મુદ્દે તેમણે સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરીછે. સાથેજ તેમણે કહ્યું આયકર વિભાગની ટીમે પણ કુલ સંપત્તિની તપાસ કરવી જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Recruitment Scandal big revelation yuvrajsinh jadeja ભરતી કૌભાંડ મોટો ખુલાસો યુવરાજ સિંહ જાડેજા Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ