AAP નેતા ઇસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ઘટનાક્રમ જણાવીને કહ્યું હતું કે મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી અને રિપોર્ટ પોઝિટિવ આવવો એ મને બદનામ કરવાનું કાવતરું છે.
ઇસુદાન ગઢવીએ બોલાવી પ્રેસ કોન્ફરન્સ
મેં જિંદગીમાં દારૂ નથી પીધો
13 દિવસના જેલવાસ બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો?
જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો
AAP નેતા ઇસુદાન ગઢવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કહ્યું હતું કે આજે 13 દિવસના જેલવાસ બાદ જાણવા મળ્યું કે મારો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો? તેમણે કહ્યું હતું કે મી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો તેમ છતાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
મારા પર હુમલો થયો
તેમણે જણાવ્યું હતું કે વિરોધ કરવો એ વિરોધ પક્ષનું કામ છે. પણ મારા પર હુમલો થયો હતો. આ તો પોલીસે મને પ્રામાણિકતાથી બચાવ્યો. એસપીએ મને માર ખાતા બચાવ્યો હતો. ત્યાર બાદ મારા પર ગંભીર કલમો લગાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિધ્ધુએ કેજરીવાલના બંગલાની બહાર વિરોધ કર્યો હતો. એ રીતે વિરોધ પક્ષ તો વિરોધ નોંધાવે. ભાજપનાં નેતાઓને જ પૂછો
તેમણે કહ્યું હતું કે ભાજપનાં નેતાઓને જ પૂછી જુઓ તેઓ સામેથી કહેશે કે ઇસુદાનભાઈ દારૂ નથી પિતા. આ મને બદનામ કરવાનું કાવતરું છે. Isudan Gadhvi એ પોતાના વિરુદ્ધના તમામ આરોપો આ સાથે ફગાવી દીધા હતા અને તેમની લીગલ ટીમે પણ આ આખા કેસને ખોટો કેસ ગણાવ્યો હતો.
રિપોર્ટ ખોટો છે
તેમણે જણાવ્યું હતું કે મારો રિપોર્ટ ખોટો આવ્યો છે. હું માં મોગલ અને માં સોનલના સોગંધ ખાઉ છું કે મેં દારૂને હાથ પણ નથી લગાવ્યો. મને તો મીડિયા પાસેથી જાણવા મળ્યું હતું કે મારો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
મેં ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવવા માગણી કરી હતી
તેમણે કહ્યું હતું કે તેઓએ પોતાનો રિપોર્ટ ખાનગી હોસ્પિટલમાં કરાવવા માટે માંગ કરી હતી. પણ તપાસ અધિકારીએ કહ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ તેમનો બ્રેઠ એનેલાઇઝરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પેપરલીક કાંડ કોણે કર્યું એ પકડાતો નથી
તેમણે કહ્યું હતું કે પેપરલીક કાંડમાં મોટા માથાઓ સામેલ હોવા છતાં તેમાંથી કોઈ પકડાયું નથી પણ ઇસુદાને દારૂ પીધો તેની ચર્ચા બધે છેડવામાં આવી રહી છે.
સાબરમતી જેલમાં નાખી દેવામાં આવે છે
કોઈ રાજ્યમાં વિરોધ કરે તો તેઓને સીધા સાબરમતી જેલમાં નાખી દેવામાં આવે છે એવું પણ તેમણે કહ્યું હતું.
સામેથી પહોંચ્યા પોલીસ સ્ટેશન
ત્યાર બાદ ઇસુદાન ગઢવી પોતે પોલીસને તપાસમાં સહકાર આપવા માટે સામે ચાલીને લીગલ ટીમ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.