આમ આદમી પાર્ટીએ પણ તેમના ધારસભ્ય દળના નેતાની નિમણૂંક કરી છે, ચૈતર વસાવા ગુજરાત AAP પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તેમજ ઉપનેતા તરીકે હેમંત ખવાની નિમણૂંક કરાઈ
AAPએ તેમના ધારસભ્ય દળના નેતાની નિમણૂંક કરી
ચૈતર વસાવા ગુજરાત AAP પાર્ટીના ધારાસભ્ય દળના નેતા
હેમંત ખવાની ઉપનેતા તરીકે નિમણૂંક કરાઈ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં કોંગ્રેસે તેમના દળના નેતાની નિમણૂક કરી છે તો આમ આદમી પાર્ટીએ પણ તેમના ધારસભ્ય દળના નેતાની નિમણૂંક કરી છે.
ચૈતર વસાવાની AAPના ધારાસભ્ય દળના નેતા તરીકે નિમણૂંક
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલએ ચૈતર વસાવાને ગુજરાત આપ પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે અને હેમંત ખાવાને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળના ઉપનેતા તરીકે નિમણૂંક કરી છે.
ચૈતર વસાવા
કોંગ્રેસના અમિત ચાવડાના શિરે વિપક્ષ નેતાનો તાજ
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક જીત મેળવી હતી. તો બીજુ 2017માં 77 સીટો જીતેલી કોંગ્રેસને આ વખતે એટલે કે 2022માં 17 સીટો જ મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી છે. ભૂપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન થયા છે, તેમની સરકારના મંત્રીઓએ પણ કાર્યભાર સંભાળી લીધો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસેમાં વિપક્ષના દળના નેતા અમિત ચાવડાને બનાવ્યા છે.