સૈફની કાલાકાંડી પર આમિરે આપી વિશેષ ટીપણી, ચુકતા નહીં

By : Janki 05:17 PM, 12 January 2018 | Updated : 05:17 PM, 12 January 2018
સૈફ અલી ખાનની ફિલ્મ કાલાકાંડી આજે રિલીઝ થઈ છે. આમિર ખાન દ્વારા આ ફિલ્મની તારીફ કરવામાં આવી છે. આમિરે સૈફ અલી ખાનની  કામગીરીની પણ પ્રશંસા કરી છે તેમજ ફિલ્મના દિગ્દર્શક અક્ષિત વર્માની પણ પ્રશંસા કરી હતી.અમીરે ટ્વિટર દ્વારા કહ્યું હતું કે એમણે જોયેલી અત્યાર સુધીની સૌથી મઝેદાર ફિલ્મોમાંની એક છે. દિલ્હી-બેલી પછીની આ બીજી એવી ફિલ્મ છે,  જેને જોઈને તે આટલું બધું હસ્યાં હશે. દિલ્હી-બેલીનું નિર્માણ આમિર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં તેમનો ભત્રીજો ઈમરાન ખાન મુખ્ય ભૂમિકામાં હતો. આમિરે વધુમાં જણાવ્યું હતું કે સૈફે ફિલ્મમાં કમાલનું કામ કર્યું છે. એમને અક્ષતની બહાદુરી પર ગૌરવ છે કારણકે એણે આટલી કલ્પિત ફિલ્મ સાથે દિગ્દર્શનની શરૂઆત કરી છે. અને આ ફિલ્મ જોવા બધાએ જવું જોઈએ.

કાલાકાંડી એક ડાર્ક કોમેડી ફિલ્મ છે.પોતાના યુનિક કન્ટેન્ટ માટે પ્રખ્યાત થયેલી આ ફિલ્મ દર્શકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે. જે લોકો આ મોવીની રાહ જોઈ રહ્યા હતા એમણે  તો આમિર ખાને ગ્રીન સિગ્નલ આપી દીધો છે કે આ ફિલ્મ દરેકને સુપર્બ અભિનય અને સ્ક્રીપ્ટ સાથે મંત્રમુગ્ધ કરશે.

સૈફ અલી ખાન ઉપરાંત કુણાલ રાય કપૂર, દીપક ડોબ્રીયલ, વિજય રાજ અને શોભિતાધૂલિપાલા પણ ફિલ્મમાં છે. ફિલ્મ 6 અલગ-અલગ દિશાઓમાં જતા લોકોની વાર્તા છે જે કે વરસાદી રાત્રીએ ભટકાઈ જાય છે.Recent Story

Popular Story