આ મહિલા સાથે હતું આમિર ખાનને અફેર, નાજાયજ બાળકનો છે પિતા!

By : krupamehta 05:31 PM, 14 March 2018 | Updated : 05:31 PM, 14 March 2018
મુંબઇ: મિસ્ટર પરફેક્શનિસ્ટના નામથી જાણીતો આમિર ખાન 53 વર્ષનો થઇ ગયો છે. આમિરનો જન્મ 14 માર્ચ 1965એ મુંબઇમાં થયો હતો. આમિરને એક સારા અભિનેતા સાથે સાથે સમાજસેવીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકો એવું જ જાણે છે કે આમિરની લાઇફમાં બે મહિલાઓ હતી. પહેલી રીના દત્તા અને બીજી કિરણ રાવ, પરંતુ એ વચ્ચે એક બીજી મહિલા આમિરની જીંદગીમાં આવી, જેની સાથે આમિરે ક્યારેય પણ એના સંબંધ કબૂલ્યા નહતા. 

થોડાક વર્ષો પહેલા એક જાણીતા એન્ટરટેનમેન્ટ મેગેઝીનમાં સમાચાર આવ્યા હતા કે આમિર ખાનને અનૈતિક બાળક પણ છે. હકીકત એક બ્રિટીશ જર્નાલિસ્ટને આમિરને પોતાના પુત્રનો પિતા જણાવ્યો હતો. જેસિકા હાઇન્સ નામની આ મહિલાએ દાવો કર્યો હતો કે 2003માં એમને જે પુત્ર થયો, એ આમિર ખાનનો છે. મહિલાએ એ પુત્રનું નામ 'જાન' જણાવ્યું હતું. 

બંનેની મુલાકાત વિક્રમ ભટ્ટની ફિલ્મ 'ગુલામ' ના શૂટિંગ દરમિયાન થઇ હતી. એ મહિલા પત્રકારે એવો પણ દાવો કર્યો કે એ અને આમિર લીવ ઇન રિલેશન શીપમાં રહી ચુક્યો છે અને એ દરમિયાન એ પ્રેગનેન્ટ હતી. 

આમિરે એને બાળકનું અબોર્શન કરવાની વાત કહી હતી, પરંતુ એ માની નહીં, બાદમાં જેસિકા લંડન ચાલી ગઇ અને ત્યાં બાળકને જન્મ આપ્યો. 

જો કે આમિરનું કહેવંુ હતું કે એનું આ મહિલા સાથે કોઇ અફેર નહતું અને ના એનો પુત્ર છે. આ સમયે એ વાત ત્યાં જ દબાઇ ગઇ. 

રિપોર્ટ્સ પ્રમાણે આમિરનો આ પુત્ર 15 વર્ષનો થઇ ગયો છે અને હાલમાં લંડનમાં મોડલિંગ કરે છે. Recent Story

Popular Story