AAM AADMI PARTY ENTRY IN SURAT BJP SAYS SAYS WILL DO ANALYSIS
જનાદેશ /
AAPએ એન્ટ્રી લેતાં જ ભાજપને સુરતમાં હંફાવ્યું : દિગ્ગજ નેતાનું આવ્યું નિવેદન, કહ્યું અમે હવે...
Team VTV02:04 PM, 23 Feb 21
| Updated: 02:09 PM, 23 Feb 21
ગુજરાત મનપાની ચૂંટણીમાં શરૂઆતના વલણમાં બધી જ મનપામાં ભાજપને જોરદાર લીડ મળી ગઈ છે અને કોંગ્રેસનો રકાસ જોવા મળી રહ્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી મારી છે.
ગુજરાત મનપામાં ભાજપને જોરદાર લીડ
સુરતમાં આમ આદમી પાર્ટીએ મારી જોરદાર એન્ટ્રી
બધી જ મનપાઑમાં કોંગ્રેસનો રકાસ
ભાજપ કાર્યકરોએ જશ્ન શરૂ કર્યો
તમામ મનપાઓમાં ભાજપ પ્રચંડ જીત તરફ
ગુજરાતની તમામ છ મનપામાં ભાજપનો કેસરીયો લહેરાયો છે અને ફરીવાર ભાજપ જ સત્તામાં આવી રહી છે. રાજકોટ અને અમદાવાદમાં ભાજપને બમ્પર લીડ મળી રહી છે. રાજકોટમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી જે બાદ કોંગ્રેસી નેતાઑએ હાર સ્વીકારી લીધી હતી.
પાટીલના ગઢમાં પડ્યું ગાબડું
સીએમ રૂપાણીના શહેર રાજકોટમાં જ્યાં ભાજપને બમ્પર જીત મળવા જઈ રહી છે ત્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ગઢ ગણાતા સુરતમાં પાર્ટીને આંચકો લાગ્યો છે. સુરતમાં બપોરે દોઢ વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર આમ આદમી પાર્ટી 14 બેઠકો પર આગળ હતી અથવા જીત નોંધાવી હતી. ઘણી બધી એવી બેઠકો જ્યાં કોંગ્રેસની જગ્યા પર આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ગઈ છે. સુરતમાં આમ આદમી પાર્ટીની આ જોરદાર એન્ટ્રી બાદ ભાજપના અમદાવાદ શહેર પ્રભારીનું મોટું નિવેદન આવ્યું હતું.
'સુરતના પરિણામ મુદ્દે આંકલન કરીશું'
ચૂંટણી પરિણામને લઈને ભાજપ નેતા આઈ. કે. જાડેજાએ કહ્યું હતું કે ગુજરાતના મતદાતાઓએ વિકાસનો સાથ આપ્યો છે અને ખાનપુર જે.પી ચોક ખાતે મુખ્યમંત્રી જાહેર સભા સંબોધશે. તેમણે કહ્યું કે આ અમારા કાર્યકર્તાના પરિશ્રમનું પરિણામ છે અને 6 મનપાના મતદાતા ભાજપ સાથે રહેવા માંગે છે. સુરતના પરિણામો મુદ્દે અમે આંકલન કરીશું.
ગુજરાતની બધી જ મનપામાં ભાજપનો કેસરીયો લહેરાયો, મોટા ભાગની બેઠકોમાં ભાજપ આગળ
ભાવનગરમાં ભાજપ બહુમતથી આગળ નીકળ્યું, કોંગ્રેસનો નીકળ્યો રકાસ
રાજકોટમાં 36 બેઠકો પર ભાજપનો વિજય થતાં ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 1 વાગ્યા સુધી એક પણ વોર્ડ ન મળતા કોંગ્રેસે હાર સ્વીકારી