બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / શું આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ ન કરાવતા અમાન્ય થઇ જશે? UIDAIએ વાયરલ મેસેજ પર કરી સ્પષ્ટતા

કામની વાત / શું આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ ન કરાવતા અમાન્ય થઇ જશે? UIDAIએ વાયરલ મેસેજ પર કરી સ્પષ્ટતા

Last Updated: 12:35 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ફેક ન્યૂઝ પર સ્પષ્ટતા આપતા UIDAIએ કહ્યું છે કે જો આધાર કાર્ડ 10 વર્ષ સુધી અપડેટ કરવામાં ન આવે તો તે અમાન્ય બની શકે નહીં.

તમને ખ્યાલ જ હશે કે આધાર કાર્ડ આજે એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. જે તમામ સરકારી કામોમાં ઉપયોગી છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક નકલી સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો લોકોએ એક દાયકા પહેલા તેમનું આધાર કાર્ડ બનાવ્યું હોય અને ક્યારેય તેમનું આધાર કાર્ડ અપડેટ ન કર્યું હોય તો 14 જૂન પછી તેમનું આધાર કાર્ડ અમાન્ય થઈ જશે. મળતી માહિતી મુજબ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ દાવાઓને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું છે કે આ સમાચાર સાચા નથી.

aadhaar-card.-1jpg

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ મામલે લોકોને સત્ય જણાવ્યું છે. UIDAIએ કહ્યું કે આ સમાચાર ખોટા છે. આવું નહીં થાય અને જો 10 વર્ષ પછી પણ આધાર કાર્ડ અપડેટ નહીં થાય તો પણ તે અમાન્ય નહીં બને અને કામ કરવાનું ચાલુ રાખશે. આધાર કાર્ડ અંગેના આ નકલી સમાચાર થોડા સમય પહેલા પ્રકાશિત થયેલા એક સમાચારના કારણે સામે આવ્યા હતા. જેમાં સરકારે મફતમાં આધારની વિગતો અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2024 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 14 માર્ચ હતી પરંતુ UIDAIએ ફ્રી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ સુવિધાને 14 જૂન સુધી લંબાવી હતી.

aadhaar-card-2

ફ્રી અપડેટની સુવિધા ફક્ત તે જ લોકોને મળશે જેમણે પોતાનો આધાર નંબર ઓનલાઈન અપડેટ કર્યો છે. જો કે, તેઓએ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે અને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા માટે ચૂકવણી કરવી પડશે. ઉદાહરણ તરીકે જો કોઈનો ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી તો તેણે આ માટે સર્વિસ સેન્ટર જવું પડશે.

વધુ વાંચો : આધાર સાથે ખોટો મોબાઈલ નંબર લિન્ક રાખશો તો જવું પડશે જેલ, આ રીતે ઓનલાઈન કરી લેજો ચેક

આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું?

  • સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવી.
  • આધાર અપડેટના ઓપ્શન પર ક્લિક કરો.
  • એડ્રેસ અપડેટ કરવા માટે અપડેટ એડ્રેસ ઓપ્શન પર ક્લિક કરો.
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP એન્ટર કરો.
  • Documents Updateનો ઓપ્શન પર ક્લિક કરો.
  • આધાર સંબંધિત ઈન્ફોર્મેશન જોવા મળશે.
  • ડિટેઈલ ચકાસીને એડ્રેસ અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • આધાર અપડેટ પ્રોસેસ એક્સેપ્ટ કરો.
  • હવે અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) હશે, જે તમે ટ્રેક કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

invalid updated Aadhaarcard UIDAI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ