બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર અપડેટ કરવાનો છેલ્લો મોકો, આ તારીખ પછી ફ્રી સેવા થઈ જશે બંધ
Last Updated: 07:21 PM, 8 September 2024
ભારતના નાગરિક માટે સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ હોય છે. દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આધાર કાર્ડ અપડેટ કારવાવની જરૂર પડતી હોય છે, જે અત્યાર સુધી ફ્રી અપડેટ કરી શકાતું હતું. પરંતુ 14 સપ્ટેમ્બરથી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સર્વિસ બંધ થઈ રહી છે. હકીકતમાં તો દશ વર્ષ પહેલા બનાવેલા અને ત્યારથી અપડેટ ન કરેલા આધાર કાર્ડોને રિવેલીડેશન માટે ઓળખ પ્રમાણ અને એડ્રેસ પ્રૂફની જરુંર પડશે. જેની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ડેડલાઇન પૂરી થાય બાદ UIDAI તરફથી કોઈ પણ અપડેટ માટે 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.
ADVERTISEMENT
આધાર ઓથેંન્ટીકેશનમાં વેરિફિકેશન માટે UIDAIની સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝીટરી અથવા બાયોમેટ્રિક માહિતી સાથે આધાર નંબર સબમિટ કરવો જરૂરી છે. આ પછી, UIDAI તેની પાસે હાજર માહિતીના આધારે વિગતોની ચોકસાઈને પ્રમાણિત કરે છે.
ADVERTISEMENT
ફ્રી સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો.
વધુ વાંચો:Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 299 રૂપિયામાં અનલિમિટેડ કોલ અને ડેટાનો બેનિફિટ
આધાર કાર્ડ વિવાદ, CM મમતા બેનર્જી પણ સામેલ
2024માં લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે પૂર્વ વર્ધમાન જિલ્લામાં જમાલપુરના 50 નાગરિકો અને બીરભૂમ સાથે ઉત્તર બંગાળના ઘણા નાગરિકોના આધાર કાર્ડ બનાવ્યા હતા. બેનર્જીના આરોપોના જવાબમાં UIDIA જણાવે છે કે કોઈ પણ આધાર નંબર નથી કેન્સલ કરાયા. ઓથોરીટીએ ફરિયાદોનો નિકાલ કરવા માટે અને આધાર ડેટાબેઝની અખંડતા જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.