aadhaar card update uidai change the address update process check details
બદલાવ /
હવે આધારમાં એડ્રેસ ચેન્જ કરાવવામાં થશે મુશ્કેલી, UIDAIએ નિયમોમાં કરી દીધો આ મોટો બદલાવ
Team VTV09:35 AM, 16 Aug 21
| Updated: 09:35 AM, 16 Aug 21
જો તમે પણ આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવા માંગો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. UIDAIએ આધારમાં એડ્રેસ ચેન્જ કરાવવાના નિયમમાં ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ.
આધાર ધારકો માટે જરૂરી સમાચાર
UIDAIએ આધારમાં એડ્રેસ ચેન્જ કરાવવાના નિયમમાં ફેરફાર કર્યો
એડ્રેસ પ્રૂફ વિના એડ્રેસ ચેન્જ નહીં થાય
તમને જણાવી દઈએ કે, હવે આધારમાં એડ્રેસ પ્રૂફ વિના આધારમાં એડ્રેસ અપડેટ નહીં કરાવી શકાય. અગાઉ UIDAIએ આ નિયમોમાં છૂટ આપી હતી, પરંતુ હવે UIDAIએ નિયમોમાં ફરી બદલાવ કર્યા છે. UIDAIએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
UIDAIએ ટ્વિટમાં લખ્યું છે કે આ નિયમ બદલાયા બાદ હવે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરતા પહેલાં તમારે ડોક્યૂમેન્ટની લિસ્ટ ચેક કરવી પડશે અને આ ડોક્યૂમેન્ટ્સની મદદથી જ તમે આધારમાં એડ્રેસ અપડેટ કરાવી શકો છો. ચાલો જાણીએ કઈ રીતે આધારમાં એડ્રેસ ચેન્જ કરાવવું.
આ રીતે ઓનલાઈન અરજી કરો
UIDAI વેબસાઇટ પર જાઓ અને '‘Proceed to Update Aadhaar’ પર ક્લિક કરો.
આ પછી તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો. પછી સુરક્ષા કોડ અથવા કેપ્ચા કોડ દાખલ કરો.
એ પછી સેન્ડ ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરો.
તમારા આધાર સાથે નોંધાયેલા મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે, તે દાખલ કરો.
પછી લોગિન પર ક્લિક કરો.
લોગિન કરતી વખતે તમારા આધારની ડિટેલ્સ સ્ક્રીન પર દેખાશે.
પછી તેમાં એડ્રસ બદલી ગો અને આપેલા 32 દસ્તાવેજોમાંથી કોઈપણ એકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને સબમિટ કરો.