જો તમને આધારકાર્ડ સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યા છે, તો હવે માત્ર એક નંબર ડાયલ કરીને તેનો હલ થઈ શકે છે. જાણી લો.
આધાર ધારકો માટે સારાં સમાચાર
આધાર કાર્ડ ધારકોને આધાર સંબંધિત ઘણી પ્રકારની સમસ્યાઓ હોય છે
હવે માત્ર એક નંબર ડાયલ કરીને તેનો હલ થઈ શકે છે
આધાર કાર્ડ ધારકોને આધાર સંબંધિત ઘણી પ્રકારની સમસ્યાઓ હોય છે, જેના માટે હવે તમે 1947 નંબર ડાયલ કરીને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ નંબર વિશે માહિતી આપી છે. આ નંબર તમને 12 ભાષાઓમાં મદદ કરી શકે છે.
યુઆઈડીએઆઈએ ટ્વિટ કર્યું છે કે હવે આધારને લગતી તમામ સમસ્યાઓ એક ફોન કોલ પર દૂર કરી દેવામાં આવશે. ટ્વિટમાં જણાવાયું છે કે આધાર હેલ્પલાઈન 1947 12 ભાષાઓ હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુમાં ઉપલબ્ધ છે. #Dial1947ForAadhaar પોતાની પસંદગીની ભાષામાં વાતચીત કરી શકે છે.
UIDAIએ જારી કર્યો નંબર
આ નંબર ભારતીય યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઇ) દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર 1947 છે. આ નંબરને યાદ રાખવું પણ ખૂબ સરળ છે, કારણ કે આ તે જ વર્ષ છે જ્યારે દેશ આઝાદ થયો હતો.
આ 1947 નંબર ફ્રી છે જે આખા વર્ષ દરમિયાન આઈવીઆરએસ મોડ પર ચોવીસ કલાક ઉપલબ્ધ રહે છે. તેમજ આ સુવિધા માટે કોલ સેન્ટરના પ્રતિનિધિઓ સવારે 7 થી 11 સુધી (સોમવારથી શનિવાર) સુધી ઉપલબ્ધ છે. સાથે જ રવિવારે, પ્રતિનિધિઓ સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે.
આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર નોંધણી કેન્દ્રો, નોંધણી પછી આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર નંબર વિશે માહિતી પૂરી પાડે છે. આ સિવાય જો કોઈનું આધારકાર્ડ ખોવાઈ ગયું છે અથવા હજી સુધી તે પોસ્ટ દ્વારા પ્રાપ્ત થયું નથી, તો આ સુવિધાની મદદથી માહિતી મેળવી શકાય છે.