બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / ધડામ દઇને બ્રિજની રેલિંગ સાથે અથડાયું ઓવરસ્પીડમાં આવતું ટુવ્હીલર, અને...! થયું મોત, જુઓ ખૌફનાક Video
Last Updated: 01:21 PM, 15 January 2025
સુરતમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં શહેરના કતારગામ દરવાજા વિસ્તારમાં આ અકસ્માત ઘટ્યો હતો. ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર માટે લાલબત્તી સમાન કિસ્સો ઘટ્યો હતો. શહેરના કતારગામમાં આવેલ ઓવર બ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો નીચે પટકાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્યારે ઓવર સ્પીડમાં મોપેડ ચલાવતા આ અકસ્માત ઘટ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ મોપેડ પૂરપાટ ઝડપે જતા દરમિયાન ચાલકે બેલેન્સ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયા હતા. જે બાદ બંને યુવાનો બ્રિજ નીચે પટકાયા હતા. ત્યારે આ ઘટનામાં અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ દેવચકલી લીલી કે સૂકી ડાળ પર બેઠી તે આખું ગામ જુએ, સાબરકાંઠામાં ઉત્તરાયણે થાય છે વાર્ષિક આગાહી
જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી. ત્યારે સમગ્ર ઘટનાની કતારગામ પોલીસે તપાસ શરૂ કરી હતી. હાલમાં યુવાનો પૂરપાટ ઝડપે વાહન ચલાવી રહ્યા છે જેના કારણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનામાં લોકોના મોત નીપજતા પરિવારજનોને પરેશાન થવાની વારી આવતી હોય છે. ત્યારે હાલમાં આ યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.