બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 06:51 PM, 25 August 2019
મોબાઇલ ચોરીના આરોપમાં યુવકનો મરાયો માર
ADVERTISEMENT
મોબાઇલ ચોરીના આરોપમાં કેટલાક લોકોએ યુવકને લાકડી વડે ફટકાર્યો હતો. યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો હતો. સલાબતપુરા પોલીસે માર મારનાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
યુવકને માર મારતો વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, ઝાડ સાથે માર માર્યા બાદ પણ તેના શરીર પર પગ મૂકીને માર મારવામાં આવ્યો હતો. સવારે 4 વાગ્યે કેટલાક લોકો ઘરે આવી ચડ્યા હતા અને આકાશને માર માર્યો હતો. દરમિયાન પરિવાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ આકાશ સહિત પરિવારને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
પરિવારજનોએ પોલીસ પર લગાવ્યા આરોપ
જોકે, સવારે 7 વાગ્યે આકાશની તબિયત લથડતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોઢા અને શરીર પર મારના નિશાન મળી આવ્યા હતા. તેના આ નિશાનને પગલે પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે, લાલા નામના યુવકે અદાવતમાં પોલીસની મદદથી તેને ફટકાર્યો અને ચોરીનો આરોપ મુકી લોકો પાસે પણ માર મરાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.