સિંધી સમાજના રીત રિવાજ મુજબ અંતિમસંસ્કાર, પરિવારનું હૈયા ફાટ રુદન
કેનેડામાં ભણવા માટે ગયેલા વડોદરાના વારસિયાના યુવકનું ડૂબી જતાં કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. કેનેડામાં ક્લિફ જમ્પિંગ રમતમાં વારસિયાના આ યુવાને કુદકો માર્યો હતો. બાદમાં ઊડા પાણીમાં ડૂબી જવાને કારણે ઘટનાસ્થળે જ મોત મળ્યું હતું. મોડી રાત્રે કેનેડાથી યુવાનનો મૃતદેહ વતન લવાયો હતો. પરિવારજનોના હૈયાફાટ રુદન ગમગીની છવાઈ હતી.નાના-મોટા વેપારીઓએ પોતાના વેપારધંધા બંધ રાખી યુવકને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ મખીજાકઈ રીતે થયું હતું મોત
દિવાળીના તહેવાર ટાણે જ યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર સહિત પંથકમાં શોકમાં ગરકાવ છે. વારસિયાના ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલ મખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે ત્યાં જ અલગ અલગ જગ્યાએ એપ્લાઈ કર્યું હતું. ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ત્યાં તેની સાથે રહેતા મિત્રો સાથે ફરવા ગયો હતો. 20 ઓકટોબરના રોજ બનેલી આ ઘટનામાં મૃતક રાહુલ મખીજાએ અન્ય મિત્ર યસ કોટડિયા સાથે પર્વત પરથી ઠંડા પાણીમાં કૂદકો લગાવ્યો હતો. પણ પાણીમાં કૂદકો મારતાની સાથે જ તે ખૂબ અંદર સુધી ગરકાવ થઈ ગયો હતો જ્યાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સાથી મિત્ર યસ કોટડિયાને એક પથ્થર મળી જતા તેનો જીવ બચી ગયો હતો
માતા-પિતાએ જમવાનું છોડી દીધું
પોતાના વ્હાલસોયા દીકરાના મોતના સમાચાર સાંભળી પરિવાર પર દૂખનો પહાડ તૂટી પડ્યો હતો. માતા પિતાએ 2 દિવસ સુધી ખોરાક લેવાનું બધ કરી દીધું હતું. જે બાદ પરિવારના સભ્યો અને અન્ય સામાજિક અગ્રણીઑના આગ્રહથી થોડુ જમવાનું ચાલુ કરતાં મોટો હાશકારો થયો હતો.આજે સવારે પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તેની અંતિમયાત્રા નીકળતા સૌ કઈ હિબકે ચડયા હતા.સમગ્ર વારસિયા વિસ્તારમાં સવારથી જ વાતાવરણ જાણે ગમગીન બની ગયું હતુ.કારેલીબાગ બહુચરાજી સ્મશાન ખાતે રાહુલ મખીજાની અંતિમવિધિ કરવામાં આવી હતી.સિંધી સમાજના રીત રિવાજ મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.અંતિમયાત્રા સુધી વારસિયા વિસ્તારમાં નાના-મોટા વેપારીઓ પણ તહેવારનો સમય હોવા છતાં દુકાનો બંધ રાખી પરિવારની દૂખની ઘડીમાં પડખે ઊભા રહ્યા હતા. . અંતિમ યાત્રામાં રાહુલના કોલેજના મિત્રો ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ હાજર પરિવારને સાંત્વના પાઠવી હતી.
રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો
વડોદરાના 4 મિત્રો સાથે નવી નોકરી શરૂ કરવાની હોવાથી નોકરી પહેલા તે અભ્યાસ પૂર્ણ કરી ઘરે આવ્યો હતો. અને કહ્યું હતું કે નોકરી માટે એપ્લાઈ કર્યું છે જેથી હવે ત્રણ વર્ષ સુધી આવી ન શકાય તેમ નથી. પણ કુદરતના ઘાર્ય કોઈનું નથી ચાલવાનું. રાહુલ ત્રણ વર્ષ નહીં પણ હમેશ માટે પરિવારથી દૂર ચાલ્યો. છેલ્લી ઘડીઓ માં પરિવાર સાથે કરેલી વાતમાં તેણે કહ્યું હતુ કે નોકરી મળ્યા બાદ હવે મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે. પણ કયા ખબર હતી કે તેની વાત હવે છેલ્લી હશે.