A young man from the UK in Corona infected 10 Corona, the city was shaken
ગભરાટ /
યુકેથી પરત આવેલા કોવિડ સંક્રમિત યુવકે 10ને લગાડ્યો ચેપ, આ શહેરમાં મચ્યો હડકંપ
Team VTV06:38 PM, 24 Dec 20
| Updated: 07:37 PM, 24 Dec 20
ઇંગ્લેન્ડથી પરત ફરતા એક યુવક કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ ફેલાઈ ગયું છે. આ યુવક નાગપુરમાં ઉતર્યા બાદ વિદર્ભના ગોંડિયા પણ ગયો હતો. યુવકની અંદર કોરોનાને નવી સ્ટ્રેઇન છે કે કેમ તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
કોરોનાના નવા સ્ટ્રેઇનથી સંક્રમણની ચાલી રહી છે તપાસ
ઓફિસના કામ માતે યુવક એક મહિનો ઈંગ્લેન્ડ ગયો હતો
યુવકે તેના સંપર્કમાં આવેલા 10 લોકોને પણ લગાડ્યો ચેપ
ન્યૂ કોરોના સ્ટ્રેઇનની દહેશતની વચ્ચે ઇંગ્લેન્ડથી નાગપુર પરત આવેલા 28 વર્ષીય યુવકને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકના સંપર્કમાં આવેલા 10 લોકો પણ કોરોના પોઝિટિવ છે. આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે કે શું તેમને કોઈ નવી કોરોના સ્ટ્રેઇનનું ઇન્ફેકશન થયું છે કે પછી જૂનો કોવિડ વાયરસ છે ? એક તરફ, જ્યારે આખી દુનિયા નવા કોરોના વેરિએન્ટથી ચિંતિત છે, ત્યારે નાગપુર વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધી છે. આ મામલે યુવકના વિસ્તારના લોકોમાં પણ ગભરાટ ફેલાયો છે.
ઇંગ્લેન્ડમાં નોકરી કરવા ગયો
મળતી માહિતી મુજબ કોરોના પોઝિટિવ યુવક પુણેની કંપનીમાં નોકરી કરે છે. ઓફિસના કામના સંબંધમાં તે લગભગ એક મહિના માટે ઇંગ્લેન્ડ ગયો હતો. આ યુવક 29 નવેમ્બરે નાગપુર પાછો આવ્યો હતો, ત્યારબાદ તે ગોંડિયા ગયો હતો. યુવકના સંપર્કમાં આવેલા દસ લોકો પણ પોઝિટિવ હોવાનું કહેવાઈ રહ્યું છે.
પરિવારને ખાસ વોર્ડમાં રખાયો
આ કેસની ગંભીરતા અને નવા કોરોના વેરિએન્ટના ભયને ધ્યાનમાં રાખીને નાગપુર વહીવટીતંત્રે યુવક સહિતના તમામ લોકોને સ્પેશિયલ વોર્ડમાં સમાવિષ્ટ કર્યા છે, આ વોર્ડમાં, અન્ય કોવિડ દર્દીઓને અંદર જવાની મંજૂરી નથી અને ન તો સામાન્ય દર્દી વોર્ડના લોકો પણ આસપાસ આવી નાથી આવી શકતા. આ વોર્ડના પ્રવેશદ્વારને પણ અલગ રાખવામાં આવ્યા છે જેથી આ વાયરસ અન્ય લોકો સુધી પહોંચી ન શકે. યુવક અને તેના પરિવારમાં નવી કોરોનાની સ્ટ્રેઇન છે કે કેમ તેની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.
એશિયામાં ન્યૂ કોરોના સ્ટ્રેઇન નું સંકટ
બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેઇન જોવા મળ્યું ત્યારથી આખું વિશ્વ હવે આ મામલે ગંભીર બની રહ્યું છે. આ નવા વાયરસનો શિકાર એશિયાના પ્રદેશમાં પણ મળી આવ્યો છે. જેના કારણે એશિયામાં પણ આ નવા સ્ટ્રેઇનનો ભય વધ્યો છે. આ દર્દી સિંગાપોરમાં મળી આવ્યો છે અને સિંગાપોર સરકારે પણ તેની પુષ્ટિ કરી છે. બ્રિટનમાં તેને કોરોનાનું નવું સ્ટ્રેઇન કહેવામાં આવી રહ્યું છે. જે એકદમ ઝડપથી ફેલાય છે અને તે જોખમી પણ છે. જૂના કોરોના વાયરસ કરતા વાયરસ 70 ટકા ઝડપથી ફેલાય છે.