Team VTV04:30 PM, 15 Feb 23
| Updated: 04:32 PM, 15 Feb 23
પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન માટે રાજકોટ આવેલા યુવકનું હાર્ટએટેક આવતા મોત નિપજયુ હતું. જેને લઈને પરિવારજનોની રોકકડથી સિવિલ હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા મૃત્યુ
શાસ્ત્રીમેદાનમાં ક્રિકેટ રમી પરત જઈ રહેલા યુવકનું થયું મૃત્યુ
પાલનપુરથી રાજકોટ લગ્નમાં આવ્યો હતો યુવક
બદલાતી જીવન શૈલીને પગલે નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકોટમાં વધુ એક યુવાનને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પરિવારજનોમાં અરેરાતી મચી જવા પામી છે. જેમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટએટેક આવતા પાલનપુરના ડીસાથી ભાણેજના લગ્ન માટે આવેલા યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઈને રિસેપ્શનનો આનંદનો અવસર પણ માતમમાં ફેરવાઈ ગયો હતો.
યુવાન ભણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો
હાર્ટ એટેકથી યુવકનું મોત નિપજ્યું હોવાની વધુ એક ઘટના સામે આવી છે. આ કેસની જાણવા મળતી વિગત અનુસાર ભરત બારૈયા નામનો યુવક ભણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન આજે શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેને લઈને કોઈપણ રીક્ષા નહીં મળતા તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્રણ બહેનોના એકના એક ભાઈના નિધનથી અરેરાટી
પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જેની તપાસમાં હાર્ટ એટેક થી મોત નીપજયનો સામે આવ્યું હતું જેને લઈને બનાવની જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું છે. આજે ભાણેજનાં લગ્નનું રીસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા મોતનો માતમ છવાયો હતો. મહિલાઓના કારણો રદયથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ હતી.
હાર્ટ સ્પિશિયલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું કે ...
આ ઉપરાંત રાજકોટમાં તાજેતરમાં ક્રિકેટ રમતી વખતે અને ફૂટબોલ રમતી વખતે યુવાનના મોત તો બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું ઉપરાંત વલસાડમાં ચાલુ ક્લાસએ યુવાનનું મોત નીપજ્યું હતું. આમ ક્યાંક ગરબા રમતા અને ક્યાંક ડાન્સ કરતા પણ હાર્ટ એટેકથી યુવાઓના મોત નિપજ્યાના કિસ્સાઓ તાજા છે ત્યારે આ મામલે રાજકોટના હાર્ટ સ્પિશિયલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતુ કે નાની ઉમરે હાર્ટ એટેક આવવુએ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા અભ્યાસકાળામાં પણ મને શીખડાવવામાં આવ્યું હતુ કે સામાન્ય રીતે ૫૦ વર્ષથી ઉપરની વ્યક્તિને હાર્ટ એટેક આવતુ હોય છે. પરંતુ અહીં 20 વર્ષ જેટલી નાની ઉમરના યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. હાર્ટએટેક આવવાના મુખ્ય કારણોમાં હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતુ કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ એટેકનો મુખ્ય કારણ છે.
હાર્ટ એટેકથી બચવા શુ કરવુ જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતુ કે, નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવક આહાર,વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે.