ધોરાજીનાં યુવકે પરીક્ષામાં અન્યાય થયા બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજકોટનાં ધોરાજીનાાં યુવકે રાષ્ટ્રપતિ પાસે કરી ઈચ્છા મૃત્યુની માંગ
પરીક્ષામાં અધિકારીઓ દ્વારા અન્યાય કર્યો હોવાનો આક્ષેપ
ધોરાજી ખાતે રહેતા યુવકે ડેપ્યુટી કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સંકેત મકવાણાએ જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે.
પરીક્ષાને લઈ કરી હતી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત
થોડા સમય પહેલા જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો છે. ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે. પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ કોઈ પરિણા આવવા પામ્યું ન હતું. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા.
ફેબ્રુઆરીમાં અલગ અલગ પોલ ટેક્સની પરીક્ષા લેવાઈ હતી
જૂનાગઢ ખાતે ફેબ્રુઆરી મહિનામાં અલગ અલગ પોલ ટેક્સની પરીક્ષા લેવાઈ હતી. તે પોલ ટેસ્ટ પરીક્ષામાં પોલને પગ અડાડવાનું કહેલ જે નિયમ વિરૂદ્ધ છે. ત્યારે આ પોલ ટેસ્ટ પરીક્ષામાં અધિકારીઓએ અન્યાય કર્યો હોવાનો આક્ષેપ પણ હતો.