બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A young man from Amreli made a video by going close to the lion

વાયરલ / એક હાથમાં ટોર્ચ અને એક હાથમાં મોબાઈલ રાખી સિંહની નજીક જઈને યુવકે બનાવ્યો વીડિયો, અમરેલીનો વીડિયો હોવાનો દાવો

Mahadev Dave

Last Updated: 11:57 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં એક યુવકે સિંહ નજીક જઈ અને ઉતારી લીધો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

  • અમરેલી : સિંહની નજીક જઈ યુવકે ઉતાર્યો વિડીયો 
  • વનવિભાગ સામે ઉભા થયા સવાલો 
  • તંત્ર દ્વારા શરૂ કરાઇ તપાસ

અમરેલી પંથક સાવજનું ઘર હોય તેમાં અનેક વખત અમરેલીમાં સિંહના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને વન વિભાગની કામગીરી અને સુરક્ષના દાવા સામે સવાલો ઊભા થયા છે. અમરેલીમાં એક યુવકે સિંહ નજીક જઈ અને ઉતારી લીધો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

અમરેલીમાં સિંહની નજીક જઈને યુવકે વીડિયો બનાવ્યો હતો. એક હાથમાં ટોર્ચ અને એક હાથમાં મોબાઈલ રાખી યુવકે વીડિયો બનાવી લીધા બાદ વાયરલ થતા સિંહોની સુરક્ષાના બણગા ફૂંકતા વનવિભાગ સામે લોકોમાં સવાલો ઉભા થયા હતા. સિંહની નજીક જઈને જોખમી રીતે યુવકે ઉતરેલો વીડિયો બહાર આવતા વિડીયો ક્યાં વિસ્તારનો છે તેને લઈ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્વનું છે કે આ અગાઉ પણ અમરેલીમાંથી અનેક વખત સિંહની પજવણીના વીડિયો સામે આવી ચૂક્યા છે. છતાં છાશવારે સામે આવતા આવા વીડિયોને અટકાવવા વનવિભાગનો પન્નો ટૂંકો પડતો હોય તેવું લાગી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amreli viral video અમરેલી ફોરેસ્ટ સિંહની નજીકનો વીડીયો Amreli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ