બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A young man from Ahmedabad was befriended by a stranger on a gay chatting app

કાર્યવાહી / લૂંટેરી દુલ્હન બાદ હવે લૂંટારા ગેનો કેસ: App પર થઈ મિત્રતા, યુવકને ઝાડી અંદર લઈ જઈને કર્યો કાંડ, પોલીસ એક્શનમાં

Last Updated: 10:23 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના યુવક સાથે ગે ચેટિંગ એપ પર અજાણ્યા શખ્સે મિત્રતા કેળવી અવાવરૂ જગ્યાએ બોલાવીને માર-મારી લૂંટી લીધો. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

 

  • યુવકને ગે ચેટિંગ એપ ડાઉનલોડ કરવી ભારે પડી
  • અજાણ્યા શખ્સે ફેક આઇડી બનાવી યુવકને મળવા બોલાવ્યો
  • અવાવરૂ જગ્યાએ બોલાવીને માર-મારી લૂંટી લીધો
  • પોલીસે ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીની ધરપકડ કરી

ગે એપ્લિકેશન દ્વારા અલગ-અલગ પુરુષ મિત્રો બનાવીને તેની સાથે હરવા-ફરવાનો શોખ ધરાવતો અમદાવાદનો એક યુવક લાખો રૂપિયામાં લૂંટાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.  હાલ આ સમગ્ર મામલે વાસણા પોલીસે યુવકની ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં જ 3 શખ્સોની ધરપકડ કરી છે. 

ફેક આઈડી બનાવી યુવકને મોકલી રિક્વેસ્ટ 
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના પોષ વિસ્તારમાં રહેતા યુવકને ગે સબંધોના કારણે પુરુષ મિત્ર બનાવવો ભારે પડ્યો. આ અંગે પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું કે ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા જ ગે પાર્ટનર એપ્લિકેશનની જાણ થઈ હતી. જે બાદ તે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજ સાંજે અલગ-અલગ પાત્રો સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરતો હતો. આ દરમિયાન એક દિવસ ગે ચેટિંગ એપ પર અજાણ્યા યુવકની રિક્વેસ્ટ આવી હતી. 

યુવકને અવાવરૂ જગ્યાએ મળવા બોલાવ્યો
અજાણ્યા શખ્સે ફેક આઇડી બનાવી આ યુવક સાથે સૌથી પહેલા મેસેજથી વાતચીત કરી મિત્રતા કેળવી હતી. જે બાદ આ યુવકે તેને મળવા માટે અવાવરૂ જગ્યાએ બોલાવ્યો હતો. જેનાથી લલચાઈને યુવક તેણે જણાવેલા સરનામે પહોંચ્યો હતો. યુવક ત્યાં મળવા ગયો ત્યારે એક શખ્સ તેને મળ્યો. બાદમાં તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયો. જ્યાં ત્રણેક લોકો પહેલેથી જ હાજર હતા. આ તમામે અંધારાનો લાભ લઇ તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો પણ યુવક પાસે એટલી રોકડ ન હોવાથી તેના ગળામાં પહેરેલી સોનાની ચેન જેની કિંમત એક લાખથી વધુ થાય છે તે ખેંચીને અજાણ્યા યુવકો ફરાર થઈ ગયા હતા.

વાસાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જે બાદ યુવકે સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો. પોલીસે પકડેલા આ શખ્સોમાં દીપ ઉર્ફે  મુન્નો કટારિયા,  જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને  તેજસ મારવાડીની ઓળખ થઈ છે. જે આરોપીઓએ આ યુવકને લૂંટ્યો હતો.  આરોપીઓએ મોજશોખ માટે આ રીતે લૂંટ કરી હોવાનું  પૂછપરછમાં સામે આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news gay chatting app young man અમદાવાદ સમાચાર ગે ચેટિંગ એપ ahmedabad fruad case
Malay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ