બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / મગર સાથે સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું! પહેલા મોંમાં હાથ નાખ્યો અને પછી.., જુઓ વીડિયો
Last Updated: 11:38 PM, 3 October 2024
આ ઈન્ટરનેટના જમાનામાં દરરોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલાક વીડિયો ચોંકવાનારા હોય છે. હાલમાં પણ એક આવો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક મગરના મોંમાં પોતાનો હાથ મૂકે છે. આ વીડિયો મિલિયન યર્સ સ્ટોન પાર્ક અને પટાયા ક્રોકોડાઈલ ફાર્મનો છે. એક વ્યક્તિ હેન્ડલર દર્શકોની સામે તેની સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ પછી તેણે મોઢામાં હાથ નાખતા જ મગરે હુમલો કર્યો. જો કે, યુવકે તુરંત જ તેનો હાથ બહાર કાઢી લીધો હતો.
ADVERTISEMENT
આ ઘટનાને જોનારા લોકો આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. જો કે રાહતની વાત એ છે કે વ્યક્તિને ગંભીર ઈજા થઈ નથી. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં સાડા સાત લાખ લોકોએ લાઈક કર્યો છે. મગરના હુમલા બાદ તે વ્યક્તિ તેના હાથ તરફ જુએ છે અને પછી ત્યાંથી પાછો જાય છે, જ્યારે મગર પણ પાછો પાણીમાં જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : છોકરીએ જાહેર રોડ પર યુવાનોના ગ્રુપને મોજ-મજા કરાવી દીધી, વાયરલ થયો વીડિયો
આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું કે તે ખુશ થાવ કે તેણે તમારો હાથ છોડ્યો. અન્ય એક યુઝરે લખ્યું કે વ્યક્તિ પોતાના પરિવારને સપોર્ટ કરવા માટે આવું કરી રહ્યો છે. એક યુઝરે કહ્યું કે કોઈએ પ્રાણીઓ સાથે આવું સાહસ ન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.