બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / A young man commits suicide in Narol, Ahmedabad
Vishnu
Last Updated: 07:46 AM, 22 March 2022
ADVERTISEMENT
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે કંપનીના માલિકના ત્રાસથી કંટાળી નારોલમાં ગેસ ડિલિવરી કરતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આત્મહત્યા પહેલા વીડિયો બનાવી સુસાઇડ નોટ કંપનીના ત્રણ લોકો સામે ગંભીર આરોપ પણ કર્યા છે. જેમાં ખોટી રીતે હેરાન કરી મરવા મજબૂર કર્યો હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. હાલ તો નારોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આપઘાત પહેલા બનાવેલા વીડિયોમાં શું કહ્યું?
42 વર્ષીય મૃતકનુ નામ મકવાણા રેવાભાઈ કમાભાઈ છે જે નારોલમાં આવેલી વૃંદાવન નગરમાં રહેતા પરિવાર સાથે રહેતા હતા. આત્મહત્યા કરવા જતાં પહેલા બનાવેલા વિડીયોમાં ગળે ડૂમો ભરાયેલા અવાજે કહ્યું હતું કે હું આત્મહત્યા કરવા જવું છું. મારા મોતના જવાબદાર ત્રણ વ્યક્તિ છે.
''ઉપરોક્ત નામનો ઉલ્લેખ કરી રેવાભાઈએ આરોપ કર્યો હતો કે મને બહુ ટૉર્ચર કરવામાં આવી રહ્યો છે. રોજ ઉઠીને ફોન કર કર કરે છે. નથી અમને કોઈ વીમા આપતા કે નથી કોઈ સુવિધા, કાયદેસર આ ત્રણ મારા મોતના જવાબદાર છે તેમના પર એક્શન લેજો. મારા આ પગલાં પાછળ આ સિવાય કોઈ જવાબદાર નથી. મારી ફેમિલી મેટર પણ નથી.ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના હેલ્પર ભાઈઓ એક થાવ તો જ પ્રશ્નોનો ઉકેલ આવશે. વધુમા તેમણે જણાવ્યુ કે મારે ગાડીના 10 હપ્તા બાકી છે, 12,000 ઉપાડ લીધેલો છે. મારો ફંડ 4 વર્ષથી જમા છે. વીડિયોના અંતમાં મૃતક તેમના સંતાનોને મમ્મીનુ ધ્યાન રાખજો હુ જાઉં છુ તેમ કહેતા જણાઈ આવે છે.''
સુસાઇટની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ વીડિયો અને સ્યુસાઇડ નોટ કબજે કરી FSL તપાસ માટે મોકલી આપી છે. આ અંગે નારોલ પોલીસે ગેસ એજન્સીના માલિક સહિત બે મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.