A year before its release, Shah Rukh's film earned Rs 120 crore, find out how
બૉલીવુડ /
રીલીઝના એક વર્ષ પહેલા જ શાહરુખની ફિલ્મે કરી રૂ.120 કરોડની કમાણી, જાણો કઈ રીતે
Team VTV09:38 AM, 30 Jun 22
| Updated: 09:40 AM, 30 Jun 22
શાહરુખ ખાનની આ ફિલ્મ 2 જૂન 2023 માં આવી રહી છે જેને ઘણો સમય છે પણ દર્શકોમાં આ ફિલ્મને લઈને આતુરતા અત્યારથી જ દેખાઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં રીલીઝ થશે.
હાલમાં શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના 30 વર્ષ પૂર્ણ કર્યા છે.
ફિલ્મ જવાનના મેકર્સએ ફિલ્મની પોસ્ટ-થિએટ્રીકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લીકસને વહેંચી દીધા
શાહરુખ ખાનની આ ફિલ્મ 2 જૂન 2023 માં આવી રહી છે
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા દાયકાથી શાહરુખ ખાન રાજ કરી રહ્યા છે અને તેમના ચાહકો એમની આવનાર દરેક ફિલ્મોની રાહ જોઈ રહ્યા હોય છે એવામાં છેલ્લા 3 વર્ષથી એમની કોઈ નવી ફિલ્મ આવી નથી પણ આવનાર સમયમાં શાહરુખ ખાન ઘણી નવી ફિલ્મો સાથે તેમના ચાહકોને ખુશ કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાન ને લઈને એક મોટી ખબર સામે આવી છે. હાલમાં બહાર આવેલ એ રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ જવાનના મેકર્સએ ફિલ્મની પોસ્ટ-થિએટ્રીકલ સ્ટ્રીમિંગ રાઇટ્સ નેટફ્લીકસને વહેંચી દીધા છે. હાલ થોડા દિવસો પહેલા જ જવાન ફિલ્મનો પહેલો લુક બહાર પાડવામાં આવ્યો હતો અને એ લોકોને ઘણો પસંદ પણ આવ્યો હતો.
120 કરોડમાં વંહેચાયા ફિલ્મના ડિજિટલ રાઇટ્સ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જવાન ફિલ્મના મેકર્સએ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ 120 કરોડમાં ઓટીટી પ્લેટફોર્મ નેટફલિકસને વંહેચ્યા છે. જણાવી દઈએ કે હાલમાં શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખુશીના મોકા પર શાહરુખ ખાને તેના ચાહકો સાથે વાતચીત કરી હતી અને તેની આવનારી ફિલ્મ જવાન વિશે પણ જાણકારી આપી હતી. સાથે જ એમને તેમના ચાહકોને એમ પણ કહ્યું હતું કે હાલ હું આ વિશે વધુ જાણકારી નથી આપી રહ્યો પણ એટલું જરૂરથી કહીશ કે આ એક અલગ ફિલ્મ છે જે તમને અલગ સિનેમાનો અહેસાસ કરાવશે.
શાહરુખ ખાને એ સમયે કહ્યું હતું કે, ' હાલ આ ફિલ્મને લઈને કઈ પણ ખુલાસો કરો ઉતાવળું પગલું કહેવાશે, પણ હું તમને આટલું જણાવી દઉં કે એક અભિનેતા તરીકે મેં આ ફિલ્મને ઘણી માણી છે અને મને આશા છે કે તમને લોકોને પણ આ એટલી જ પસંદ આવશે. ફિલ્મના ડિરેક્ટર એક અલગ જ પ્રકારની ફિલ્મ બનાવી રહ્યા છે અને તેનું કામ જોઈને તમે પણ ખુશ થઈ જશો. એ માસ ઓરીએન્ટેડ ફિલ્મ બનાવે છે અને મેં આજ સુધી આવી ફિલ્મમાં ક્યારેય કામ નથી કર્યું. એટલા માટે જ હું મારા ચાહકો માટે આ વખતે કઇંક નવું લઈ આવું છું અને મને લાગે છે મારા ડિરેક્ટર અટલી અને મારી જોડી ચાહકોને ઘણી પસંદ આવશે.' જો કે શાહરુખ ખાનની આ ફિલ્મ 2 જૂન 2023 માં આવી રહી છે જેને ઘણો સમય છે પણ દર્શકોમાં આ ફિલ્મને લઈને આતુરતા અત્યારથી જ દેખાઈ રહી છે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં રિલિજ થશે.