મહાકાળી માતાનું એક અદભૂત મંદિર, જ્યાં જોવા મળે છે અનોખો ચમત્કાર

By : vishal 10:06 AM, 12 January 2019 | Updated : 10:06 AM, 12 January 2019
ભારતને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. ભારતમાં ઘણા ચમત્કારીત મંદિર છે. ઘણા મંદિરોના ચમત્કારો વિશે તમે સાંભળ્યું હશે. આ મંદિરોમાંથી કેટલાક મંદિર વિશ્વભરમાં તેના ચમત્કારોના કારણે પ્રખ્યાત થયા છે. આ મંદિરોમાં એવા રહસ્યો છુપાયેલા છે જેનાથી લોકો તો આશ્ચર્યચકિત થઈ જ જાય છે પરંતુ સાથે જ વૈજ્ઞાનિકો પણ તેનું રહસ્ય જાણી શકતા નથી. આજે આવા જ એક ચમત્કારી મંદિર વિશે અમે તમને જણાવીશું. 

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના ગુઢાવલ ગામમાં આવેલા આ મંદિરમાં માતા કાળીકાનો વાસ છે અને તે કંકાલી નામથી પ્રખ્યાત છે. ભક્તો દૂર દૂરથી આ મંદિરના દર્શન કરવા આવે છે. માન્યતા છે કે અહીં દર્શન કરવા આવેલા દરેક ભક્તના દુ:ખ દૂર થઈ જાય છે. આ મંદિરની સૌથી વધારે ખ્યાતિ અહીં થતા ચમત્કારના કારણે વધી છે. અહીં વર્ષમાં એકવાર મંદિરમાં સ્થાપિત કાલી માતાની પ્રતિમા જાતે જ સીધી થઈ જાય છે. મહત્વપૂર્ણ છે કે, મંદિરમાં સ્થાપિત માતાની મૂર્તિમાં ગરદન આડી છે. પરંતુ દર વર્ષ દશેરાના દિવસે માતા કાલીની મૂર્તિની અક તરફ ઝુકેલી ગરદન થોડી ક્ષણો માટે આપમેળે સીધી થાય છે. આ ચમત્કારના દર્શન કરવા લોકો અહીં દૂર દૂરથી આવે છે. માન્યતા છે કે જે ભક્ત માતાના આ ચમત્કારના દર્શન કરી લે છે તેના જીવનના દરેક દુખ દૂર થઈ જાય છે. Recent Story

Popular Story