A wonderful coincidence is happening on the eve of Mahashivratri, know the auspicious moment and rituals for worship
આસ્થા /
આ મહાશિવરાત્રિના પર્વે પર બની રહ્યો છે અદ્દભુત સંયોગ, જાણો પૂજા માટેનું શુભ મૂહર્ત અને વિધિઓ
Team VTV03:40 PM, 31 Jan 23
| Updated: 09:52 AM, 15 Feb 23
મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ભગવાન શંકર અને માતા પાર્વતી આ દિવસે પવિત્ર લગ્ન સંબંધમાં બંધાયા હતા.
આ વખતે ક્યારે છે મહાશિવરાત્રિનો શુભ દિવસ
મહાશિવરાત્રી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે
મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતનો શુભ સમય
પૌરાણિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા. આ વખતે મહાશિવરાત્રીનુ વ્રત 18 ફેબ્રુઆરી 2023, શનિવારના રોજ રાખવામાં આવશે અને આ વખતે શનિ પ્રદોષ વ્રત પણ મહાશિવરાત્રીના દિવસે જ મનાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ મહાશિવરાત્રીના તહેવાર પર ગ્રહોની દિશામાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.
આ વખતે ક્યારે છે મહાશિવરાત્રિનો શુભ દિવસ :
મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનાનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ભગવાન શંકર અને માતા પાર્વતી આ દિવસે પવિત્ર લગ્ન સંબંધમાં બંધાય હતા. મહાશિવરાત્રીના દિવસે બધા ભક્તો શિવજી માટે ઉપવાસ રાખે છે. ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી એટલે કે શનિવારે ઉજવવામાં આવશે.
આ દિવસે જે લોકો સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ઉપવાસ કરે છે તેમના પર શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મહાશિવરાત્રીનો આ શુભ દિવસ તમામ પ્રકારના શુભ કાર્યો કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે જ આ વર્ષની મહાશિવરાત્રિને પણ ખાસ માનવામાં આવી રહી છે.
મહાશિવરાત્રી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે:
હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે મહાશિવરાત્રી શુભ દિન 18 ફેબ્રુઆરીએ છે. આ સાથે જ આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ મનાવવામાં આવી રહ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર, પ્રદોષ વ્રતનું પાલન કરવાથી ભગવાન શિવ દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેમના ભક્તોને પ્રસન્ન રાખે છે. સાથે જ આ દિવસે મહાશિવરાત્રી પણ આવી રહી છે. આવી સ્થિતિમાં, આ શુભ સંયોગથી અમુક લોકોને વિશેષ લાભ મળશે.
મહાશિવરાત્રી અને પ્રદોષ વ્રતનો શુભ સમય:
મહાશિવરાત્રીની ચતુર્દશી તિથિ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ રાત્રે 08:02 વાગ્યે શરૂ થશે અને 19 ફેબ્રુઆરી, 2023 ના રોજ સાંજે 04:18 વાગ્યે સમાપ્ત થશે.
નિશિથ કાળનો સમય - 18 ફેબ્રુઆરી, બપોરે 11.52 થી 12.42 સુધી
પ્રથમ કલાકની પૂજાનો સમય - 18 ફેબ્રુઆરી, સાંજે 06.40 થી 09.46 સુધી
બીજા કલાકની પૂજાનો સમય - રાત્રે 09.46 થી 12.52 સુધી
ત્રીજા કલાકની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, બપોરે 12:52 થી 03:59 સુધી
ચોથા કલાકની પૂજાનો સમય - 19 ફેબ્રુઆરી, સવારે 03:59 થી 07:05 સુધી
પારણનો સમય - 19 ફેબ્રુઆરી, 2023, સવારે 06.10 થી બપોરે 02.40 સુધી
17 ફેબ્રુઆરી 2023, શુક્રવારની રાત્રે 11 વાગ્યાને 36 મિનિટ પર પ્રદોષ વ્રતની શરૂઆત થશે, જેનું સમાપન 18 ફેબ્રુઆરી, શનિવારે રાત્રે 08 વાગ્યાને 02 મિનિટ પર થશે. ઉદયતિથિ અનુસાર પ્રદોષ વ્રત 18 ફેબ્રુઆરીએ જ મનાવવામાં આવશે. શનિ પ્રદોષ વ્રતની પૂજાનો સમય સાંજે 06.13 થી 08.02 સુધીનો રહેશે.
મહાશીવરાત્રી પર ગ્રહોની બદલતી દિશા :
આ વખતે મહાશિવરાત્રિ પર શનિ ગ્રહ પણ પોતાની રાશિ કુંભ રાશિમાં સ્થાયી રહેશે. અને 13 ફેબ્રુઆરી, 2023ના રોજ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે આ વખતે મહાશિવરાત્રિ પર સૂર્ય અને શનિ બંને એક સાથે કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે સૂર્ય-શનિની યુતિ થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને સૂર્ય બંને શત્રુ ગ્રહો છે.
આ સાથે 15 ફેબ્રુઆરીએ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે મહાશિવરાત્રીના શુભ દિને શુક્ર મીન રાશિમાં પ્રવેશ્યા બાદ 12 માર્ચ સુધી સ્થાયી રહેશે. શુક્ર ગ્રહ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શુક્રનું આ સંક્રમણ તમામ રાશિઓ માટે ફળદાયી રહેશે.
મહાશિવરાત્રીની પૂજા માટેની વિધિ:
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો, તે પછી 8 લોટા કેસર જળ ચઢાવો. તે દિવસે આખી રાત દીવો પ્રગટાવો, ચંદનનું તિલક લગાવો અને બીલપત્ર, ભાંગ, ધતુરા, શેરડીનો રસ, તુલસી, જાયફળ, કમલ ગટ્ટા, ફળો, મીઠાઈઓ, મીઠું પાન, અત્તર અને દક્ષિણા અર્પણ કરો. ત્યારબાદ ભગવાન શિવને ખીરનો પ્રસાદ ચઢાવવો. પછી "ॐ नमो भगवते रूद्राय, ॐ नमः शिवाय रूद्राय् शम्भवाय् भवानीपतये नमो नमः मंत्रों " મંત્રોનો જાપ કરો. આ દિવસે શિવપુરાણનો પાઠ કરવો ખૂબ લાભદાયી મનાય છે. મહાશિવરાત્રીના દિવસે રાત્રે ભજન-કીર્તન કરી જાગરણ કરવામાં આવે છે