બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ચાલુ સ્કૂલવાનનો દરવાજો ખુલી જતાં વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ

વડોદરા / માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ચાલુ સ્કૂલવાનનો દરવાજો ખુલી જતાં વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ

Last Updated: 06:12 PM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘટના અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો તુલશી શ્યામ સોસાયટીનો હોવાનું લાગી રહ્યું છે, જેથી કેમેરા ચેક કરવામાં આવશે.

વડોદરામાં તમામ બાળકોના માતાપિતા માટે ચેતવણીરૂપ વીડિયો સામે આવ્યો છે. વડોદરાના માંજલપુરમાં સ્કૂલવાનમાંથી બાળકો પટકાયાનો વીડિયો વાયરલ થયો છે. આ ચોંકાવનારો વીડિયો વડોદરાની તુલસીશ્યામ સોસાયટીનો છે.

111

2 વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ

આ વીડિયા અંગે વાત કરીએ તો જ્યાં સવારે બાળકોને લઇ જઇ રહેલી સ્કૂલવાનમાં અચાનક દરવાજો ખુલી જતાં 2 વિદ્યાર્થિનીઓ રસ્તા પર પટકાઇ ગઈ હતી. બાળકીઓના રસ્તા પર પટકાવાનો વીડિયો વાયરલ થતા બાદ રાજ્યમાં ફરી બાળકોની સલામતીને લઇ સવાલો ઉભા થઇ રહ્યા છે.

PROMOTIONAL 11

વિદ્યાર્થીઓની સલામતીનું શું?

આ ઘટના બાદ સ્કૂલવાનમાં બાળકોની સલામતી વધારે સારી રીતે સુનિશ્ચિત કરવા માગ ઉઠી છે. આ તમામ વચ્ચે પોલીસે તપાસ હાથધરી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે સોસાયટીમાં જઈને તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો તુલશી શ્યામ સોસાયટીનો હોવાનું લાગી રહ્યું છે. જેથી કેમેરા ચેક કરવામાં આવશે. જો વાન ચાલક ગુનેગાર જણાશે, તો તેને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

વાંચવા જેવું: અમદાવાદીઓ સાવધાન: આવતી કાલથી જો રોંગ સાઇડમાં નીકળ્યાં તો ગયા સમજો, સીધું જ લાયસન્સ કેન્સલ

પ્રત્યક્ષદર્શી શું કહ્યું ?

પ્રત્યક્ષદર્શી અંકુર ઠક્કરે નિવેદન આપતા જણાવ્યુ હતું કે, મારી સામે જ બે વિધાર્થીનીઓ સ્કૂલ વાનમાથી નીચે પટકાઈ હતી અને વિધાર્થીનીઓને નાની મોટી ઇજાઓ થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ સ્કૂલવાન ચાલકની સ્પિડ વધારે હતી એટલે વિધાર્થીનીઓને ઈજા પહોચી છે. સમગ્ર ઘટનામાં વાન ચાલકની બેદરકારી હોવાનું સ્થાનીકએ જણાવ્યુ હતુ

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન

વડોદરામાં બાળકો પટકાવાની ઘટના પર રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતની અનેક સ્કૂલમાં ખાનગી વેનથી બાળકોને સ્કૂલે લઈ જવામાં આવે છે. વાલીઓ જ આ ખાનગી વેન નક્કી કરીને બાળકોને સ્કૂલે મોકલે છે. જેથી વાલીઓ ડ્રાઈવરના ચારિત્ર્ય અંગે તપાસ કરે તેવી વિનંતી કરૂં છું... તમારા બાળકો પ્રત્યે ડ્રાઈવરનું વર્તન કેવું છે, તે પણ તપાસવા વિનંતી કરૂં છું. દરેક વસ્તુ કાયદો કરે તેવું નથી હોતું. તમામ લોકોએ જાતે જાગૃત થવું જોઈએ. અને આ મામલે વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Schoolvan carelessness Viral Video Vadodara News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ