બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:43 PM, 9 February 2025
જાપાનના સાકુરાજીમાં જ્વાળામુખી ફાટ્યો છે. જ્વાળામુખી ફાટતા-ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જ્વાળામુખી ફાટવાને લઇને મહત્તમ સ્તરનું એલર્ટ જાહેર કરાયું છે અને નજીકમાં વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થાનો પર જવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, જ્વાળામુખીમાંથી ખડકો ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં પડી શકે છે અને લાવા, રાખ અને સીરિંગ ગેસ બે કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ શકે છે.
જ્વાળામુખીમાંથી નારંગી જ્વાળાઓ અને રાખ ઉછળતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે “અમે લોકોના જીવનને પ્રાથમિકતા આપીએ છીએ અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.” તેમણે વિસ્તારના લોકોને વિનંતી કરી કે તેઓ સ્થાનિક સત્તાવાળાઓ તરફથી નવીનતમ અપડેટ્સ પર ધ્યાન આપે. જેથી કરીને લોકોના જીવ બચાવી શકાય.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે સિક્રેટ ફાઈલ સુધી જો બાઈડનની પહોંચ અટકાવી, કહ્યું 'You are Fired...'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.