a village in tamilnadu not allows to wear a shoes or slippers
શૉકિંગ ન્યૂઝ! /
ગમે તે થઈ જાય, ક્યારેય જૂતાં-ચંપલ નથી પહેરતા આ ગામના લોકો, માન્યતા જાણીને દંગ રહી જશો
Team VTV02:18 PM, 15 Jun 22
| Updated: 04:02 PM, 15 Jun 22
આજકાલ લોકો ઘણી બાધાઓ રાખતા હોય છે ત્યારે એક આખા ગામના લોકો ચંપલ પહેરતા નથી. ગામના બધા જ લોકો નિયમનું કરે છે પાલન માત્ર આટલા ખાસ વ્યક્તિને આપાય છે છૂટછાટ
લોકો નથી પહેરતા ચપ્પલ
લોકોની માન્યતા કે આખું ગામ છે ભગવાનનું ઘર
માત્ર વૃદ્ધ લોકો જ બપોરે પહેરી શકે છે ચપ્પલ
લોકો નથી પહેરતા ચપ્પલ
આપણે ઘરની બહાર નીકળતી વખતે પગ સુરક્ષિત રાખવા માટે ચપ્પલ કે બુટ પહેરીએ છીએ. જો કે ભારતમાં મોટાભાગના ઘરોની અંદર જૂતા-ચપ્પલ નથી પહેરતા. મંદિરોમાં પણ જૂતા-ચપ્પલ ઉતારી નાખવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં લોકો રસ્તા પર એટલે કે ઘરની બહાર પણ ચંપલ નથી પહેરતા. દરેક જણ ત્યાં ઉઘાડા પગે ચાલે છે. જો કોઈ જૂતા કે ચપ્પલ પહેરીને રસ્તા પર ફરતા દેખાય તો તેને સજા થાય છે. ચાલો આજે તમને ભારતના એક એવા ગામમાં લઈ જઈએ જ્યાં આ નિયમનું પાલન થાય છે.
આ પરંપરા તામિલનાડુના અંદમાન ગામની
દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 450 કિલોમીટર દૂર આંદામાન નામનું એક ગામ છે. આ ગામમાં લગભગ 130 પરિવારો રહે છે અને તેમાંના મોટાભાગના ખેડૂતો છે. ગામના પ્રવેશ સ્થાને એક મોટું વૃક્ષ છે જેની પૂજા કરવામાં આવે છે. ગામમાં કોઈને પણ પગરખાં અથવા ચપ્પલ પહેરવાની છૂટ નથી. જો કોઈ બહારથી ગામથી આવે છે, તો તેણે પણ અહીં તેના પગરખાં અને ચપ્પલ ઉતારવા પડે છે. આ ઉપરાંત ગામના લોકો પણ ઉઘાડા પગે જ ચાલે છે.
ગામ આખાને માને છે ભગવાનનું ઘર
ગામમાં ઉઘાડા પગે ચાલવા પાછળ ધાર્મિક માન્યતા છે. હકીકતમાં અહીંના લોકો ગામની આખી ભૂમિને પવિત્ર માને છે અને તેને ભગવાનનું ઘર માને છે. એટલા માટે તેઓ રસ્તા પર ઉઘાડા પગે ચાલે છે, પછી ભલેને ગમે તેટલો તડકો હોય. ગ્રામજનોનું કહેવું છે કે, જો આપણે રસ્તા પર જૂતા-ચપ્પલ પહેરીને ચાલીશું તો ભગવાન ગુસ્સે થશે.
આટલા લોકોને મળે છે છૂટછાટ
ગામલોકોએ જણાવ્યું હતું કે અહીં રહેતા લગભગ 500 લોકોમાંથી, ફક્ત વધુ વૃદ્ધ લોકોને ભારે ગરમીની સ્થિતિમાં જૂતા અને ચપ્પલ પહેરીને બપોરે ચાલવાની મંજૂરી આપવામાં આવે છે. આ સિવાય જો કોઇ નિયમ તોડે તો તેને પંચાયત દ્વારા સજા કરવામાં આવે છે.