બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / A village in Surat known as the 'Village of Lovers' has maintained this legacy for three generations.
Vishal Khamar
Last Updated: 08:48 PM, 14 February 2023
ADVERTISEMENT
પ્રેમનું પ્રતીકઃ સુરતનું ભાઠા ગામ ‘પ્રેમીઓના ગામ’ તરીકે ઓળખાય છે. આજે વેલેન્ટાઇન ડે છે, જેને વિશ્વભરમાં લોકો પ્રેમના એકરાર દિવસ તરીકે ઓળખે છે. આજે લાખો પ્રેમીપંખીડાંઓ એકબીજાને પ્રેમનો એકરાર કરશે. ગુજરાતના સુરતમાં એક એવું ગામ છે, જેને વેલેન્ટાઇન ડે ગામના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ ગામના ૯૦ ટકા લોકોએ પ્રેમલગ્ન કર્યાં છે.
ADVERTISEMENT
છેલ્લા એકાદ-બે દાયકાથી નહીં, પરંતુ ત્રણ-ત્રણ પેઢીથી આ ગામમાં લોકો પ્રેમલગ્ન કરી રહ્યા છે, જેના કારણે લોકો તેને વેલેન્ટાઇન ડે ગામના નામથી પણ ઓળખે છે. આ ગામનાં ૭૦ ટકા પ્રેમપંખીડાંઓનાં લગ્ન ધામધૂમથી થયાં હતાં, જ્યારે વીસ ટકા લોકોએ ભાગીને લગ્ન કર્યાં હતાં. સુરતના હજીરા પાસે આવેલું ભાઠા ગામ ‘પ્રેમીઓના ગામ’ તરીકે પણ ઓળખાય છે.
પરિવાર ન માને તે ભાગીને લગ્ન કરે છે યુવક-યુવતિ
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ ગામમાં યુવતિઓ સ્કૂલકાળ દરમ્યાન જ પ્રેમમાં પડે છે. અહીંયા કેટલાય પ્રસંગો એવા છે. જેમાં યુવક યુવતીના પરિવાજનો ન માને તો બંને ભાગીને લગ્ન કરી લે છે. પરંતું 80 ટકા કિસ્સામાં પરિવારજનો માની જાય છે અને ધામધૂમથી યુવક-યુવતિનાં લગ્ન કરાવે છે.
છોકરીના વિશે બધું જ જાણતા હોઈ ગામનાં જ યુવક સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે
આ બાબતે ગામની એક યુવતિએ જણાવ્યું હતું કે તેમને ગામની બહાર નથી જવું. તે અંગેનું કારણ પૂછતા તેઓએ યુવતિએ જણાવ્યું હતું કે તેઓ જે છોકરાને પસંદ કરે છે તે છોકરો ગામનો જ હોય તો તેના વિશે તેઓ બધી માહિતી જાણતા હોય છે. જેમ કે યુવકની પસંદ નાપસંદ, યુવકની કુટેવો વિશે તમામ બાબતો વિશે યુવતીઓ જાણતી હોય છે. જેથી આ ગામની યુવતિઓ ગામનાં જ યુવક સાથે લગ્ન કરવાનું વધારે પસંદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.