બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A video of Nimishaben Suthar singing bhajan went viral
Khyati
Last Updated: 01:04 PM, 16 July 2022
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષા સુથારનો અનોખો અંદાજ જોવા મળ્યો. પંચમહાલના મોરવા હડફ વિસ્તારનો આ વીડિયો છે જેમાં નિમિષાબેન ભજન ગાતા જોવા મળ્યા હતા. સંગીતના શોખીન એવા નિમિષાબેનનો આવો અંદાજ પહેલીવાર કદાચ પહેલીવાર જોવા મળ્યો.
નિમિષાબેને ગાયુ ભજન..
ADVERTISEMENT
બુધવારે 13 જુલાઇના રોજ ગુરુપૂર્ણિમાનો અવસર હતો તે દિવસે પોતાના મત વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નિમિષાબેને ખાસ હાજરી આપી હતી. ધાર્મિક કાર્યક્રમમાં અન્ય લોકોની સાથે સાથે તેઓ પણ ભજન ગાવામાં જોડાઇ ગયા હતા.આ વીડિયોમાં જોઇ શકાય છે તે નિમિષાબેન માઇક લઇને ગાઇ રહ્યા છે કે.. મેરુ તો ડગે પણ જેના મન નો ડગે રે પાનબાઈ. અન્ય શ્રોતાઓની જેમ તેઓ પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ સંગીત પ્રત્યેના પ્રેમે તેમને ભજન ગાવા મજબૂર કરી દીધા.
મોરવા હડફ બેઠક પરથી ધારાસભ્ય
મહત્વનું છે કે નિમિષાબેન સુથાર પંચમહાલની મોરવા હડફ બેઠક પરથી ધારાસભ્ય છે. મહત્વનું છે કે, મોરવા હડફના ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ખોટા પ્રમાણપત્રને લઇ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખોટા પ્રમાણપત્રનો મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે બાદમાં ભૂપેન્દ્ર ખાંટનું નિધન થયું હતું. ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી જાહેર કરાઇ હતી. જે બાદ પેટાચૂંટણી યોજવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.