બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વ્યસન મુક્તિ કેન્દ્રમાં ક્રૂર વર્તન! યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Last Updated: 08:27 PM, 20 September 2024
રાજ્યમાં અનેક જગ્યાએ વ્યસન મુક્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે. ત્યારે અનેક લોકો વ્યસન છોડવા માટે વ્યસન મુક્તિ કેન્દ્રમાં જાય છે. પરંતું ત્યાં તેઓને વ્યસન છોડવા માટે ટોર્ચર કરતો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયો વાયુ વેગ સોશિયલ મીડીયામાં વાયરલ થતા લોકો ચોંકી ઉઠ્યા હતા.
ADVERTISEMENT
વ્યસન છોડાવવા આવેલા 2 યુવકોને માર મારતા હોવાનો વીડિયો વાયરલ pic.twitter.com/FiP780mtdH
— jaydeep shah (@jaydeepvtv) September 20, 2024
સુરતનાં બારડોલી ખાતે આવેલ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ઘણા યુવાનો વ્યસન છોડવા માટે ત્યાં જાય છે. પરંતું વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર અર્થે આવેલા યુવકને સંચાલકો દ્વારા ઢોર માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વીડિયો નાંદીડા ચાર રસ્તા વિસ્તારમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રનો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વ્યસન મુક્તિ માટે આવેલા બે યુવકોને વ્યસન મુક્તિ સંચાલકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ આ વ્યસન કેન્દ્રનાં સંચાલકો સામે કાર્યવાહી થાય છે કે નહી તે જોવું રહ્યું.
અમારી સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છેઃ સંચાલક
આ બાબતે વ્યસન મુક્તિ કેન્દ્રનાં સંચાલકે જણાવ્યું હતું કે, વ્યસન મુક્તિ કેન્દ્રનાં સંચાલક સાથે આ સમગ્ર ઘટના બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ વીડિયો બે વર્ષ જૂનો છે તેમજ અમારા કાઉન્સિલરોને યુવકનાં પરિવારજનો દ્વારા જે સજા કરવી હોય તે કરો પણ વ્યસન છોડાવવા કહ્યું હતું. ત્યારે અમારા સીસીટીવી ફૂટેજ ચોરાઈ જતા તેને વાયરલ કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે.તેમજ ભોગ બનનાર કર્મચારી હાલ સંસ્થામાં જ નોકરી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.