બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / ભાજપના વધુ એક કાર્યકરનું કારનામું! હાથમાં રિવોલ્વર રાખી ડાન્સર સાથે લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ
Last Updated: 07:05 PM, 10 December 2024
તાજેતરમાં સુરતમાં ડિંડોલી લગ્નમાં ફાયરિંગ મામલો સામે આવ્યો હતો. જેમાં ફાયરિંગ કરનાર આરોપી ઉમેશ તિવારીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઉમેશ તિવારી પાસે લાયસન્સ વાળી રિવોલ્વર છે. ત્યારે પોલીસે હાલ વિવિધ કલમો હેઠળ અને આમર્સ એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો છે. ત્યારે વધુ એક આવી ઘટના સુરતના ડિંડોલીમાંથી જ સામે આવી છે. જેમાં ભાજપના સક્રિય કાર્યકર હાથમાં રિવોલ્વર સાથે ડાન્સ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સુરતમાં ભાજપ નેતાનો રિવોલ્વર સાથે ડાન્સની વીડિયો વાયરલ થયો છે. જેમાં ડીંડોલીના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાર્યકરના હાથમાં રિવોલ્વર છે જેને લઇને ડાન્સર સાથે ડાન્સ કરી રહેલા જોવા મળ્યા છે. જોકે આ વીડિયો ક્યાંનો છે એ સ્પષ્ટ થતું નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ક્યારે થશે જાહેર?, સામે આવ્યું સૌથી મોટું અપડેટ, મંત્રીઓને જવાબદારી
બીજી તરફ સુજીતની બર્થ ડેમાં PI આર.જે.ચુડાસમા કેક ખવડાવતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે ડીંડોલીમાં ઉમેશ તિવારી બાદ વધુ એક નેતાનો વીડિયો વાયરલ થતા સુજીત ઉપાધ્યાયના વીડિયો મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તે મોટો સવાલ સર્જાયો હતો. ઉલ્લેખનિય છેકે ગઈકાલે ઉમેશ તિવારીનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. ત્યારે આ કાર્યકરનું શું થશે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.