બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A video from the Khambhaliya temple went viral

આકર્ષણનું કેન્દ્ર / દ્વારકામાં રમતા દીવાને લોકોએ ચમત્કાર સાથે જોડ્યો, પાયલની અવાજનો પણ દાવો, જુઓ VIDEO

Malay

Last Updated: 09:25 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાના ખંભાળિયાથી વાયરલ થયેલા એક વીડિયોએ દરેકમાં ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં ભગવાનની સામે પ્રગટાવવામાં આવેલો દીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોવાનું સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે.

  • દ્વારકામાં રમતો દીવો ભક્તો માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર
  • ખંભાળિયાની હવેલીમાં રમતા દીવાનો વીડિયો આવ્યો સામે 
  • દીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસ્થાન કરતો હોય તેવો વીડિયો 

દ્વારકામાં રમતો દીવો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભગવાનના મંદિરમાં પ્રગટાવેલો દીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો દેખાઈ રહ્યો છે. જો કે, VTV ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

સ્થાનિકોએ આપ્યું રમતો દીવો નામ
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો દ્વારકાના ખંભાળિયામાં આવેલા સુપ્રસિદ્ધ યમુના મહારાણીજી હવેલીનો છે. અહીં આરતી દરમિયાન જે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. એ સ્વેચ્છાએ કોઈની સહાય વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસ્થાન કરતો નજરે પડ્યો હતો. સ્થાનિકોએ આને રમતો દીવો પણ નામ આપ્યું દીધું હતું. 

રમતો દીવો આકર્ષણનું કેન્દ્ર
હવેલીમાં યમુનાજીની  સન્મુખ પ્રગટાવેલો દીવો એક સ્થળેથી બીજી જગ્યાએ જતો હોવાનું જોઈ શકાય છે. સાથે જ હવેલીના મુખ્યાજી દીવા સાથે ઝાંઝરનો ઝણકાર પણ સાંભળી શકાતો હોવાનો દાવો કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Khambhaliya Temple Video આકર્ષણનું કેન્દ્ર ખંભાળિયા દ્વારકા રમતો દીવો વીડિયો વાયરલ Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ