ભારતના આ મંદિરમાં ઘી ની જગ્યાએ થાય છે પાણીથી દીવા

By : krupamehta 12:40 PM, 10 August 2018 | Updated : 12:44 PM, 10 August 2018
આજના આ આધુનિક યુગમાં કેટલાક લોકો હિંદુ ધર્મ અને દેવી દેવતાઓ પર વિશ્વાસ કરતાં નથી. એવા લોકોને સમંયાતરે પર ભગવાન પોતાનો ચમત્કાર દેખાડતા રહે છે. મધ્યપ્રદેશના ગડિયા ધાટમાં માતાજીનું મંદિર છે. જ્યાં અદ્ધુત ચમત્કાર જોવા મળે છે. જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ મંદિર કાલીસિંઘ નદીના કિનારે આગ્રા માલવાના નલખેડા ગામથી લગભગ 15 કિલોમીટર દૂર ગડિયા ગામની પાસે સ્થિત છે. એના માટે કહેવામાં આવે છે કે અહીંયા દીવા પ્રગટાવવા માટે ઘી અથવા તેલ નહીં પરંતુ પાણીની જરૂર પડે છે. 

આ ચમત્કાર છેલ્લા 50 વર્ષોથી મંદિરમાં જોવા મળે છે. મંદિરના પુજારીઓનું કહેવું છે કે પહેલાના સમયમાં ઘી ના જ દીવા થતા હતા. પરંતુ એક રાત માતાએ કોઇ જૂના પુજારી બાબાના સપનામાં આવીને આ વાત જણાવી હતી કે મંદિરમાં દીવો ઘી થી નહીં પરંતુ નજીકની કાળી સિંધ નદીના પાટીથી પ્રગટાવાશે. બીજા દિવસે સવારે સ્થઆનિક લોકોની સામે આ વાતને મૂકવામાં આવી. તો કોઇને વિશ્વાસ થયો નહીં. પરંતુ પછી નજીકની કાળી સિંઘ નદીથી પાણી લીધું અને રૂ નિચોવીને દીવો કર્યો અને આ ચમત્કાને જોઇને બધાનો હોંશ ઊડી ગયા હતા. ત્યારબાદથી જ એ પાણી ચિપચિપ પદાર્થમાં બદલાઇ ગયું. 

સ્થાનિક લોકોનું કહેવું છે કે વરસાદની સિઝનમાં આ દીવો સળગતો નથી કારણ કે નજીકની નદીનો પ્રવાહ ફાસ્ટ થઇ જાય છે, જેનાથી આ મંદિર ડૂબી જાય છે અને પૂજા પાઠ પણ થતી નથી. Recent Story

Popular Story