જામકંડોરણા તાલુકાના જશાપર ગામમાં હરસિદ્ધિ માતાજી આજે પણ હાજરા હજુર બિરાજમાન છે માતાજીના દર્શન કરી ચા ની પ્રસાદી ગ્રહણ કરવાથી જ હરસની સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે.
વર્ષો જૂનું હરસિદ્ધિ માતાજીના મંદિરનો છે અનોખો મહિમા.
દર્શનાર્થે આવનાર લોકોને મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે
ગુજરાત ભરમાં નાના મોટા દેવી-દેવતાઓના હજારો-લાખો મંદિરો આવેલા છે, આ બધા જ મંદિરોમાં દેવી દેવતાઓ આજે પણ સાક્ષાત બિરાજમાન છે. આપણા દેશમાં હરસિદ્ધિ માતાજીના કેટલાય મંદિરો આવેલા છે અને તેમથી એક એવું જ પરચા આપતા મંદિર વિષે જાણીએ. આ મંદિર જામકંડોરણા પાસે આવેલ જશાપર ગામે આવેલું છે.અહીંયા માં હરસિદ્ધિ હાજરા હજુર બિરાજમાન છે અને અહીંયા રોજે રોજ ઘણી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની કેટલીય બીમારીઓ માતાજીના આશીર્વાદથી જ દૂર થઇ જાય છે. આ મંદિરમાં રવિવાર અને શુક્રવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને માતાજીના આશીર્વાદ લે છે.
માતાજીનાં દર્શને આવતા ભક્તોનું દુઃખ દૂર કરી માતાજી મનોકામના પૂર્ણ કરે છે
માતાજી તેમના દ્વારે આવતા બધા જ ભક્તોને કોઈ દિવસે ખાલી હાથે જવા નથી દેતા અને અહીંયા આવતા દુખીયાઓના દુઃખ પણ માં દૂર કરે છે. અહીંયા હરસની સમસમ્યા વાળા લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમની આ સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે. માતાજીના આ મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે જેને તમારે નીચે બેસીને પીવાની હોય છે.તેનાથી હરસની ગમે તેવી સમસ્યા હંમેશા માટે દૂર થઇ જાય છે, સાથે જ ભક્તોના બધા જ શારીરિક દુઃખો દૂર થઇ જાય છે. આમ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખતા બધા જ ભક્તોના દર્શન માત્રથી જ દુઃખ દૂર થાય છે અને અહીંયા માતાજીના પરચા પૂરતા જ રહે છે સાથે ઘણા ભક્તોના દુઃખો પણ માતાજીએ દૂર કર્યા છે. આમ ભક્તો રોજે રોજ માતાજીના દર્શને આવે છે અને તેમના દુઃખ દૂર કરીને માતાજી મનોકામનાઓ પણ પુરી કરે છે.
એક વખત ચા પીવાથી હરસ-મસા અને ભગંદર જેવી બિમારીનો નાશ થાય છેઃ દર્શનાર્થી
આ બાબતે દર્શનાર્થી પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું મોરબી ગામથી આવું છું. જામકંડોરણાની બાજુમાં જશાપર ગામ છે. જ્યાં હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. ત્યાં એક વખત ચા પીવાથી હરસ-મસા અને ભગંદર જેવી બિમારીનો નાશ થાય છે. તો લોકોને નમ્ર અપીલ છે કે કોઈ બિમારીથી પીડાતા હોય તો અહીંયા અવાય એક વખત શ્રદ્ધાથી આવવું જરૂરી છે.