એક્ટર લીના મણિમેકલઈએ તેની ડોક્યુમેન્ટરીનું પોસ્ટર શેર કર્યું છે જેને લઈને હાલ ટ્વિટર પર ઘણો વિવાદ શરૂ થઈ ગયો સાથે જ હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પંહોચડવવાનો આરોપ પણ લાગ્યો છે.
લીના મણિમેકલઈ પર હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પંહોચડવવાનો આરોપ પણ લાગ્યો
ડોક્યુમેન્ટરીના પોસ્ટરમાં મા કાલી સીગરેટ પીતા નજરે ચઢે છે
પોસ્ટરમાં હાથમાં ત્રિશુળ અને ઇજા હાથમાં એલજીબીટીકયુ (LGBTQ) સમુદાયનો ઝંડો પકડ્યો છે
હાલમાં જ રણબીર કપૂર અને અલીયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર બહાર પડ્યું હતું. જે લોકોને ઘણું પસંદ આવ્યું હતું પણ ફિલ્મ થયેલ એક ભૂલને કારણે લોકોએ આ ટ્રેલરને ઘણું ટ્રોલ કર્યું અને સાથે જ હિન્દુ ધર્મનો મજાક બનાવવાના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂર મંદિરની અંદર ચપ્પલ પહેરીને પંહોચી જાય છે આ સીનને લઈને ઘણા લોકોએ મેકર્સને મજાક બનાવ્યો હતો અને ઘણા લોકોએ ધાર્મિક ભાવનાને ઠેસ પંહોચડાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે આવા ઘણા કિસ્સા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનતા હોય છે. ઘણા ફિલ્મના ટ્રેલર પર ધાર્મિક ભાવનાને ઠેસ પંહોચડવવાનો આરોપ લાગતો હોય છે.
— Leena Manimekalai (@LeenaManimekali) July 2, 2022
એવામાં જ હાલ ઇંડિયન ફિલ્મમેકર લીના મણિમેકલઈની ડોક્યુમેન્ટરી પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. ડાયરેક્ટર પોએટ અને એક્ટર લીના મણિમેકલઈએ તેની ડોક્યુમેન્ટરીનું પોસ્ટર શેર કર્યું છે જેને લઈને હાલ ટ્વિટર પર ઘણો વિવાદ શરૂ થઈ ગયો છે અને લીના મણિમેકલઈ પર હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પંહોચડવવાનો આરોપ પણ લાગ્યો છે. ઘણા દર્શકોએ આ પોસ્ટરનો વિરોધ કર્યો છે.
ફિલ્મમેકર લીનાએ 2 જૂનના દિવસે તેની આવનારી ડોક્યુમેન્ટરી કાલી નું પોસ્ટર ટ્વિટર પર શેર કર્યું હતું. આ પોસ્ટર શેર કર્તાની સાથે જ તેમણે જકણાવ્યું હતું કે તે આ ડોક્યુમેન્ટરીને લઈને ઘણી ઉત્સાહિત છે કારણકે એમની આ ડોક્યુમેન્ટરી કાલી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ થઈ છે.
Every day H!ndu religion is mocked, Is govt. testing our patience ??
— Chandra Prakash Singh (@CpSingh9714) July 3, 2022
લીનાની આ ડોક્યુમેન્ટરીનું નામ કાલી છે. અને આ ડોક્યુમેન્ટરીના પોસ્ટરમાં મા કાલી સીગરેટ પીતા નજરે ચઢે છે. આ જોઈને લોકો ઘણા ભડકી ગયા. મા કાલીના વેશભૂષામાં અભિનેત્રી એક હાથમાં ત્રિશુળ અને ઇજા હાથમાં એલજીબીટીકયુ (LGBTQ) સમુદાયનો ઝંડો પકડીને ઊભી છે.
इस पोस्टर पर मेरी आपत्ति है और मुझे ठेस पहुंची, मेरी भावनाओं को आहत किया गया है मैं @PMOIndia@HMOIndia@MIB_India@PIBHomeAffairs से प्रार्थना करता हूँ कि इस पर जरूरी कार्यवाही की जाए।
ઘણા લોકો આ પોસ્ટર જોઈને ગુસ્સે થયા છે અને પીએમો અને અમિત શાહને ટેગ કરીને આ ફિલ્મ પર કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. સાથે જ હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પંહોચડવવાનો આરોપ પણ લગાવ્યો છે. ફિલ્મના ણામએ આપણા દેવી દેવતા આમ સીગરેટ ફૂંકતા હોય એ સારું ન લાગે એમ પણ લોકો કહી રહ્યા છે.