બ્રેકિંગ ન્યુઝ
VTV / A tragic accident occurred between two buses in Kerala
Malay
Last Updated: 08:48 AM, 6 October 2022
ADVERTISEMENT
કેરળમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કેરળના પલક્કડ જિલ્લાના વડક્કનચેરી ખાતે એક પ્રવાસી બસ કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણકારી રાજ્ય મંત્રી એમ.બી રાજેશે આપી છે.
Kerala | 9 people died while 38 were injured after a tourist bus crashed into Kerala State Road Transport Corporation (KSRTC) bus in Vadakkenchery in Palakkad district: State minister MB Rajesh
— ANI (@ANI) October 6, 2022
ADVERTISEMENT
38 ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં કરાયા દાખલ
બુધવારે રાત્રે અહીં વડક્કનચેરી ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈને જતી પ્રવાસી બસે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી ઘણાની હાલત નાજુક છે.
Kerala | 9 dead, 38 injured after a tourist bus crashed into KSRTC bus in Vadakkenchery in Palakkad district. The tourist bus was carrying students & teachers of Baselios Vidyanikethan in Ernakulam dist & was going to Ooty https://t.co/xIqHhROqff pic.twitter.com/XimJTDTPhA
— ANI (@ANI) October 6, 2022
અકસ્માતમાં 9 લોકોના મોત
મૃતકોમાં શાળાના શિક્ષક વિષ્ણુ વીકે, વિદ્યાર્થી અંજના અજિત, એમેન્યુઅલ સીએસ, દિયા રાજેશ, ક્રિસ વિન્ટરબોર્ન થોમસ, એલ્ના જોસ (વિદ્યાર્થી), અનૂપ (22), રોહિત રાજ (24) અને દીપુનો સમાવેશ થાય છે.
નેશનલ હાઈવે 544 પર સર્જાયો અકસ્માત
આ અકસ્માત નેશનલ હાઈવે 544 (NH-544) પર સર્જાયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. જ્યારે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC)ની સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.