A total of 183 diamonds auctioned here in India, don't be surprised to know the total price
વેચવાલી /
ભારતમાં અહીં એકસાથે 183 હીરાની હરાજી, કુલ કિંમત જાણીને ચોંકી નહીં જાઓ
Team VTV10:21 PM, 03 Dec 20
| Updated: 10:21 PM, 03 Dec 20
પન્ના શહેરમાં ગુરુવારે એટલે કે કાલથી હીરાની લીલામી શરુ થવા જઈ રહી છે. માહિતી અનુસાર આ વિસ્તારની ખાણોમાંથી નીકળેલા કુલ 183 હીરા વેચવાલી માટે હીરા કાર્યાલય ખાતે મૂકવામાં આવશે
મધ્ય પ્રદેશના પન્નામાં યોજાઇ રહી છે હીરાની લીલામી
કુલ 183 જેટલા હીરાની થઈ રહી છે હરાજી
જાહેર રજાના દિવસો સિવાય હીરા વેચાવા સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
મહત્વનું છે કે મધ્યપ્રદેશનું પન્ના ભારતમાં હીરા માટેની ખાણો ધરાવતું એક મોટું અને પ્રમુખ વિસ્તાર છે. આ પ્રદેશની ખાણોમાંથી મળેલા 183 હીરા ને વેચવા માટે લીલામી યોજવાનું નક્કી કરાયું છે, કલેકટર સંજય કુમાર મિશ્રએ જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરે આ પ્રક્રિયા શરુ થઇ જશે અને આ લીલામી પૂરી થયા સુધી જાહેર રજાઓના સિવાયના દિવસે તે શરુ રહેશે
અલગ અલગ પ્રકારના હીરા છે સામેલ
લીલામી દરમિયાન દર રોજ સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી હીરા નું નિરીક્ષણ કરવામાં આવશે, અને તેના પછી તેની બોલી લગાડવામાં આવશે. આ દરમિયાન શાઈનિંગ ધરાવતા, ઓછી ચમક વાળા અને ઔદ્યોગિક રીતના એમ અલગ અલગ પ્રકારના હીરા વેચવાલી માટે મૂકવામાં આવશે. આ હીરાનું કુલ વજન 251.83 કેરેટ છે અને તેની અંદાજિત કિંમત 2 કરોડ 4 લાખ રૂપિયાની આસપાસ છે.
કેવી રીતે લઈ શકાય છે ભાગ
જે પણ લોકો હીરા ખરીદવા માંગતા હોય તેમને 5 હજાર રૂપિયાની ડિપોઝીટ જમા કરાવવી પડશે। તેના પછી જ આ બોલીમાં ભાગ લઇ શકાય છે. સૌથી ઊંચી બોલી લગાડવા વાળા ખરીદદારને બોલીનો નિર્ણય આવી ગયા બાદ તૂર્ત જ કુલ રકમના 20 ટકા જમા કરાવવા પડશે અને તે પછી બાકીની રકમ 30 દિવસની અંદર જમા કરવી ફરજીયાત છે.