બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / CCTV: 13 સેકન્ડમાં 1 લાખ કર્યા છૂમંતર, વડોદરામાં લગ્નની પાર્ટીમાં ચોરે કર્યો હાથફેરો
Last Updated: 11:42 PM, 31 January 2025
લગ્ન સમારંભમાં સૌ કોઇનું ધ્યાન સેલિબ્રેશનમાં હોય છે, આ દરમ્યાન ઘણીવાર આપણી આસપાસથી જ ગઠીયાઓ મોકાનો લાભ ઉઠાવીને મહેનતની કમાણીના પૈસાનો ચૂનો લગાવી જાય છે. આવીજ એક ઘટના વડોદરામાં સામે આવી. જ્યા ગઠિયો મહિલાનું પર્સ ઉઠાવી ગયો જેમાં એક લાખ રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન હતો.
ADVERTISEMENT
વડોદરામાં એક લગ્ન સમારંભની આ ઘટના હતી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. આજવા રોડ પર આવેલા કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો. ગત 28 તારીખે યોજાયેલા આ લગ્ન સમારોહમાં ગઠિયો નજર ચૂકવીને પર્સ લઇને ફરાર થઇ ગયો હતો.. પર્સમાં 1 લાખ રૂપિયા રોકડા અને મોબાઇલ ફોન હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં જોઇ શકાય છે કે વ્હાઇટ શર્ટ પહેરેલો એક વ્યક્તિ મહિલાની નજર ચૂકવીને તેનું પર્સ ઉઠાવી લે છે, પછી તેને ચૂપચાપ પોતાની પાસે રહેલી બેગમાં રાખી દે છે.. અને પછી ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO: 'ભાઈ અને પિતા માથું ઉંચું કરી ફરે તેવું કામ કરજો', સાંસદ ગેનીબેન ઠાકોરનું યુવતીઓને સૂચન
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.