બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / A terrible accident between a truck and a car in Rajasthan, 3 people died on the spot

દુ:ખદ / રાજસ્થાનમાં ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, 2 ઘાયલ

Priyakant

Last Updated: 08:11 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં

  • રાજસ્થાનમાં ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત
  • અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
  • 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર હેઠળ ખસેડાયા 

રાજસ્થાનના બાડમેરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. આ સાથે 2 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતની વધતી જતી ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે. રાજસ્થાનના બાડમેર-ગુડમલાની પંથકમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે એક ટ્રક અને કાર વચ્ચે અક્સ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક-કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોના મોત થયા હતા. 

આ તરફ બાડમેરના ગુડામલાનીના સર્કલ ઓફિસર શુભકરણે જણાવ્યું હતું કે,  એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં  3 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે 2 ઘાયલ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, રાજસ્થાનમાં કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

accident rajasthan accident news કમકમાટીભર્યા મોત ગુડમલાની બાડમેર Rajasthan Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ