બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A technical fault occurred in the rope way in Pavagadh. Basic information about ropeway derailment from cable track
Dinesh
Last Updated: 10:19 PM, 25 August 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Panchmahal News : જગ પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપ વેમાં ટેકનીકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપ વે ઉતરી ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જે ઘટનાને પગલે રોપ વેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
રોપ વેમાં ખામી સર્જાઈ
સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ રોપ વેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેને લઈ રોપ વેની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ હતી. આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. જો કે, સમગ્ર બનાવના પગલે વહીવટી તંત્રએ ટેકનીકલ ખામી શોધી અને દૂર કરવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. રોપ-વેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. અડધો કલાકથી વધુ સમય સુધી રોપ વેમાં શ્રદ્ધાળુઓ ઝૂલતા રહ્યા હતા
થોડા દિવસ અગાઉ જ મેઈન્ટેનન્સની કામગીરી કરાઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિના ઓગસ્ટમાં રોપવેની મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. જો કે, મેઈન્ટેનન્સની કામગીરીને લઈ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે, મેઈન્ટેનન્સની કામગીરી કર્યાને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી ખામી સર્જાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.