A team of 7 leaders including UP ministers, MPs deployed in Gujarat
પ્રચંડ પ્રચાર /
ગુજરાતમાં ભાજપે UPમાંથી ઉતારી મંત્રીઓ અને સાસંદોની ફૌજ, જેવા કામ એવા જિલ્લા આપી રચ્યો ચક્રવ્યૂહ
Team VTV10:58 PM, 21 Nov 22
| Updated: 10:59 PM, 21 Nov 22
ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, મંત્રીઓ અને સાંસદો સહિત 7 નેતાઓની સ્પેશિયલ ટીમને વિસ્તાર વાઈઝ તૈનાત કરી છે, પોરબંદર અને દ્વારકામાં સુરેશ રાણાને સોંપાઈ જવાબદારી
યુપીના મંત્રીઓ, સાંસદો સહિત 7 નેતાઓની ટીમ તૈનાત
સાત નેતાઓને ગુજરાતની વિવિધ બેઠકોની જવાબદારી સોંપાઈ
પોરબંદર અને દ્વારકામાં સુરેશ રાણાને સોંપાઈ જવાબદારી
વિધાનસભાની ચૂંટણી આમ તો પાંચ વર્ષે આવતી હોય છે પરંતુ ગુજરાતની ચૂંટણીમાં જે થઈ રહ્યું છે અને જે થવાનો છે તે પહેલીવાર છે. એવુ પહેલીવાર થવાનો છે ક, ભાજપે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, મંત્રીઓ અને સાંસદો સહિત 7 નેતાઓની સ્પેશિયલ ટીમને વિસ્તાર વાઈઝ તૈનાત કરી છે. યોગી આદિત્યનાથ અને તેમના મંત્રીઓને એવી બેઠકોની કમાન સોંપાઈ છે જ્યાં ગત ચૂંટણીમાં ભાજપ થોડા જ માર્જિનથી જીતી હોય કે હારી હોય તેમજ જે ભાજપનો ગઢ પણ ગણાતો હોય છે.
પટેલ વોટબેંક માટે યોગીના મંત્રી સ્વતંત્ર દેવને જવાબદારી સોંપાઈ
ગુજરાતનો કચ્છ વિસ્તાર ભૌગોલિક રીતે ખૂબ જ મુશ્કેલ પ્રદેશ ગણાય છે, પરંતુ ભાજપ માટે રાહતની વાત છે કે કચ્છ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. તેમ છતાં અહીં કોઈપણ પ્રકારનું જોખમ લીધા વિના પાર્ટીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રીમંડળના જળ ઉર્જા મંત્રી સ્વતંત્રદેવ સિંહને ચૂંટણી સમીકરણનું સંચાલન કરવાની જવાબદારી સોંપી છે. કચ્છમાં પટેલ બહુમતી ધરાવતો વિસ્તાર હોવા છતાં અહીં હંમેશા જળસંકટની સ્થિતિ રહે છે. તેથી જ જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહને પટેલ મત માટે અને હર ઘર જલ વાલી યોજનાઓના પ્રચાર કરવા માટે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે આ અનામત બેઠક છે અને દલિત મતો સૌથી વધુ છે. પરંતુ પટેલ મતદારોનો ઝુકાવ ભાજપ તરફ છે અને તેઓ અસરકારક સાબિત થાય છે. તેથી જ યુપીના કુર્મી નેતા અને યોગીના મંત્રી સ્વતંત્ર દેવ સિંહને કચ્છમાં ચૂંટણી જીતની જવાબદારી સોંપવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ કચ્છમાં તૈનાત હતા.
પોરબંદર અને દ્વારકામાં સુરેશ રાણાને સોંપાઈ જવાબદારી
પશ્ચિમ યુપીના નેતા અને કટ્ટર હિન્દુત્વની છબી ધરાવતા નેતા સુરેશ રાણાને દ્વારકા અને પોરબંદરની જવાબદારી અપાઈ છે. આ એ વિધાનસભા મતવિસ્તાર છે જ્યાં યોગીના પૂર્વ મંત્રી સુરેશ રાણાએ આ બંને બેઠકો જીતાડવામાં મદદ કરી કરવાની છે. પોરબંદરમાં છેલ્લી વખતની હરીફાઈ ખૂબ જ કપરી હતી જેમાં ભાજપને લગભગ 47% અને કોંગ્રેસને 45.8% વોટ મળ્યા. ચાર લાખ પાટીદાર મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે સુરેશ રાણા જેવા નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દરેક ભાષણમાં હિન્દુત્વની વાતો કરે છે અને અહીં પાટીદાર મતો સીધા મેળવવા ખૂબ જ મુશ્કેલ છે તેથી ભાજપની વ્યૂહરચનામાં પાટીદાર વોટબેંક પર જીત મેળવવાની છે. આ ઉપરાંત સુરેશ રાણા પણ ચૂંટણી પ્રચાર અને વ્યૂહરચના દ્વારા દ્વારકા બેઠક જીતવા પ્રયાસ કરી રહ્યા છે. દ્વારકા એક ધાર્મિક નગરી છે અને અહીં દલિત મતદારો લગભગ 6.78% છે અને અનુસૂચિત જનજાતિના મતદારો લગભગ 1.30% છે. પબુભા માણેક લગભગ ત્રીસ વર્ષથી દ્વારકા વિધાનસભા બેઠક પર દર વખતે જીતતા આવ્યા છે. પરંતુ મુદ્દો એ છે કે ભાજપ કોઈપણ સંજોગોમાં તેનો આ ગઢ ગુમાવવા માંગતો નથી. આથી તેણે યોગીના ફાયરબ્રાન્ડ નેતા સુરેશ રાણાને પોરબંદર અને દ્વારકામાં હિન્દુત્વના એજન્ડા સાથે તૈનાત કર્યા છે.
દયાશંકર સિંહ રાજકોટ ગ્રામ્યમાં તૈનાત
યુપીના પરિવહન મંત્રી દયાશંકર સિંહને રાજકોટ ગ્રામ્યની જવાબદારી અપાઈ છે. આ એવી બેઠક છે જે પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે, પરંતુ આ વખતે સમીકરણમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે. તેથી જ રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપે દયાશંકર સિંહને જોરશોરથી પ્રચારમાં જોતર્યા છે. 1995માં કોંગ્રેસે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર જીત મેળવી હતી. ત્યાર બાદ 1998 થી 2017 સુધી ભાજપે સતત તમામ ચૂંટણી જીતી છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર દલિત મતદારો 10% કરતા વધુ છે જે કોઈની પણ જીત માટે ખુબ જ જરૂરી છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર મતદારો વચ્ચે પ્રચાર કરી રહેલા દયાશંકરસિંહે મતદારોનો વિશ્વાસ જીતીને પક્ષને વિજય અપાવવો પડશે.
જૂનાગઢમાં બ્રાહ્મણનો ચહેરો સોંપાઈ જવાબદારી
યોગી આદિત્યનાથના વિશ્વાસુ અને યુપી ભાજપના પૂર્વ અધ્યક્ષને જૂનાગઢમાં કમળ ખીલાવવાની જવાબદારી અપાઈ છે. વાજપેયીની ગણતરી બ્રાહ્મણ નેતાઓમાં થાય છે. જૂનાગઢ એક એવો વિસ્તાર છે જ્યાં સોમનાથના રૂપમાં આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિનો સંગમ થાય છે. જૂનાગઢ બેઠક પર સૌથી વધુ પટેલ મતદારો છે. પટેલ મતદારોની સંખ્યા 2.5 લાખ આસપાસ છે જ્યારે આહીર મતદારોની સંખ્યા 1.5 લાખ જેટલી છે. આ ઉપરાંત જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં લોકો યુપીમાં અનેક ધાર્મિક સ્થળોની મુલાકાતે જાય છે. આવા સંજોગોમાં રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીએ જૂનાગઢની આધ્યાત્મિકતા અને સનાતની સંસ્કૃતિને યુપી સાથે જોડીને વિજય સુનિશ્ચિત કરવો પડશે. વાજપેયી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે.
વિજયપાલ તોમરને સોમનાથ બેઠકની જવાબદારી સોંપાઈ
યુપીના રાજ્યસભા સાંસદ વિજયપાલ સિંહ તોમર ભાજપના વરિષ્ઠ નેતા છે. સોમનાથ જેવી સંવેદનશીલ બેઠક પર જીતનો ઝંડો ફરકાવવાની જવાબદારી તેમને મળી છે. ભાજપ કિસાન મોરચાના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ વિજયપાલે સોમનાથની મત ગણતરી પ્રમાણે પોતાની રણનીતિ બનાવવી પડશે. આ બેઠકમાં લગભગ 8.5% મતદારો દલિતોની છે, જ્યારે લગભગ 2% અનુસૂચિત જનજાતિની છે અને મુસ્લિમ વસ્તીની વાત કરીએ તો તેમની સંખ્યા 10%થી વધુ છે. જો કે એક વાત રસપ્રદ છે કે એક વખત સોમનાથ બેઠકના મતદારોએ એક મુસ્લિમ મહિલાને પણ વિધાનસભામાં મોકલી છે.