બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 04:24 PM, 29 May 2023
ADVERTISEMENT
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેર માર્કેટ મોજમાં હોય તેમ જોરદાર તેજી જોવા મળી હતી. શેર બજારમાં મોટાપાયે ખરીદી નોંધાતા બજારના પ્રમુખ ઇન્ડેક્સ લગભગ સતત ત્રીજા દિવસે લીલા નિશાન સાથે બંધ રહ્યા હતા. આજે બીએસસી સેન્સેક્સમાં 330 પોઈન્ટનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. જેને લઈને સેન્સેક્સ 62846 ની સપાટીને આંબી ગયો હતો. તે જ રીતે નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જેને લઈને તે 18,598 ની પર બંધ રહ્યો છે. પરિણામે રોકાણકારો રાજીના રેડ થયા હતા.
ADVERTISEMENT
એમએન્ડએમના શેરમાં ચાર ટકાનો વધારો
તોફાની તેજીને પગલે ફાઇનાન્સિયલ, ઓટો અને મેટલ્સ સેક્ટરનો દબદબો જોવા મળ્યો હતો. આ ફિલ્ડના શેરની કિંમતમાં તેજી જોવા મળી હતી. મહત્વનું છે કે ગત શુક્રવારે પણ શેર બજારમાં મજબૂત જોવા મળી હતી અને સેન્સેકમાં 629 નો ઉછાળો આવ્યો હતો. આજે એમએન્ડએમના શેરમાં ચાર ટકાનો વધારો તથા ટાઈટનના શેરમાં 2.50 ટકાનો વધારો અને કુલ ઇન્ડિયાના શેરમાં 1.90 ટકા તથા tata સ્ટીલમાં 2 ટકાનો વધારો નોંધાયો હતો.
તે જ રીતે ઓએનજીસીમાં ત્રણ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. તો પાવર ગ્રીડમાં 1.30 ટકા અને એચસીએલટેક માં 1.20 ટકા તથા ડીવી સ્લેબમાં 1.02 ટકા નો ઘટાડો નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.