બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં રખડતા પશુએ વૃદ્ધને અડફેટે લીધા, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
Last Updated: 11:11 PM, 16 September 2024
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુના કારણે લોકોને હાલાકી વેઠવાની વારી આવી રહી છે. હાઇકોર્ટના હુકમ બાદ પણ તંત્રના પેટનું પાણી ન હાલતા શહેરીજનોને હાલાકી વેઠવાની વારી આવે છે. ત્યારે તાજેતરમાં જ જામનગરમાં વૃદ્ધ પશુની અટફેટે આવ્યા હતા. જેઓને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ADVERTISEMENT
જામનગરમાં દિવસેને દિવસે રખડતા પશુઓના ત્રાસ વધતો જઇ રહ્યો છે. જેમાં રોજબરોજ પશુના અડફેટે આવવાની નાની મોટી ઘટના સર્જાય છે. શહેરના માધવ રેસિડેન્સી નજીક વૃદ્ધ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી વૃદ્ધ પર રખડતા પશુએ હુમલો કર્યો હતો. જેને લઇ વૃદ્ધ ઘાયલ થયા હતા. ત્યારે આ ઘટનાને લઇ શહેરીજનોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાદરવી પૂનમના મહામેળાનો આજે પાંચમો દિવસ, માઇભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમા વૃદ્ધ રસ્તા પર જતા વખતે પશુ તેમના પર હુમલો કર્યા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે આ ઘટનાને લઇ આસપાસના વિસ્તારના લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. અને તંત્ર દ્વારા આ દિશામાં કડક પગલા ભરવામા આવે તેવી માંગ પણ લોકોએ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.