A step towards strengthening femininity in the armed forces
વિશેષ /
સશસ્ત્રદળમાં સ્ત્રીશક્તિને મજબૂત બનાવવા તરફ એક કદમ
Team VTV05:12 PM, 02 Feb 21
| Updated: 05:19 PM, 02 Feb 21
આમ તો ભારતીય સુરક્ષાદળમાં મહિલાઓનો પ્રવેશ બ્રિટિશ ભારતના સમયથી જ અલગ અલગ સ્તર પર રહ્યો છે.
ભારતીય સુરક્ષાદળમાં મહિલાઓનો દબદબો
છેલ્લાં છ વર્ષમાં સરકારે ભારતીય સુરક્ષાદળમાં મહિલાઓને વધુ તક આપી
તેમની ભૂમિકા નર્સિંગ અને મેડિકલ અધિકારીઓ સંબંધિત વધુ રહી છે અથવા તહેનાતી દરમિયાન સૈનિકો, પરિવાર અને જનતાની દેખભાળની તેમની જવાબદારી હતી. શારીરિક વિશેષતાઓ અને માતૃત્વને લઇ ભારતીય સશસ્ત્રદળના કેટલાક વર્ગની ચિંતાના કારણે મહિલાઓને સમાન અધિકાર મળ્યા ન હતા.
છેલ્લાં છ વર્ષમાં સરકારે ભારતીય સુરક્ષાદળમાં મહિલાઓને વધુ તક આપી
સરકારે મહિલાઓને ભારતીય સુરક્ષાદળના ગૌરવપૂર્ણ અને આવશ્યક સભ્યના રૂપમાં માન્યતા આપી છે. મહિલાઓમાં જે સામર્થ્ય છે તે તેમની અંદર જ હોય છે. છેલ્લાં છ વર્ષમાં સરકારે ભારતીય સુરક્ષાદળમાં મહિલાઓને વધુમાં વધુ તક આપવાની સાથે-સાથે મહિલાઓ અને પુરુષોને સેવાની શરતોમાં સમાનતા મળે તે માટે ઘણાં પગલાં ભર્યાં છે.
ભારતીય સુરક્ષાદળની અંદર મહિલાઓ ખૂબ જ સશક્ત
આજે ભારતીય સુરક્ષાદળની અંદર મહિલાઓ ખૂબ જ સશક્ત છે. ભલે તે ભૂમિદળ હોય, નૌકાદળ કે હવાઇદળ. સ્વતંત્રતા મળ્યા બાદ ૧૯૯૨માં મહિલા વિશેષ પ્રવેશ યોજનાના માધ્યમથી ભારતીય સેનામાં મહિલા અધિકારીઓની ભરતી શરૂ થઇ. ફેબ્રુઆરી-૨૦૧૯માં સેનાના આઠ વર્ગમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન પ્રદાન કરવામાં આવ્યું, જેમ કે સિગ્નલ્સ એિન્જનિયર, આર્મી એવિયેશન, આર્મી એર ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેિનકલ એિન્જનિયર, આર્મી સર્વિસ કોર, આર્મી ઓિર્ડનન્સ કોર અને ઇન્ટિલજન્સ. આ પહેલાં જે.એ.જી. અને એ.ઇ.સી. સ્ટ્રીમ માટે ૨૦૦૮માં મંજૂરી અપાઇ હતી. સરકારે એ પણ સુનિશ્ચિત કર્યું કે મહિલા અધિકારીઓ અને તેમના પુરુષ સમકક્ષ માટે સેવાની અલગ અલગ શરતો હટાવી દેવામાં આવે. ભારતીય સેનામાં મહિલાઓ આગળ વધીને નેતૃત્વ કરી રહી છે.
ત્યાં સુધી કે ભારતીય નૌસેનામાં ૨૦૦૮થી શિક્ષણ શાખા, કાનૂન અને નૌસેના કન્સ્ટ્રક્ટર્સ કેડર્સમાં મહિલાઓ માટે સ્થાયી આયોગને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અદાલતોમાં કેટલાક કેસના કારણે તેને ઓક્ટોબર-૨૦૨૦માં લાગુ કરવામાં આવી. તેના પરિણામ સ્વરૂપ પહેલી વાર ૪૧ મહિલાને યોગ્યતાના આધારે સ્થાયી કમિશન પ્રદાન કરવામાં આવ્યું. વાસ્તવમાં ભારતીય નૌસેનામાં સ્થાયી કમિશન હવે વ્યવહારિક રીતે તમામ શાખા માટે ઉપલબ્ધ છે. માત્ર સ્થાયી કમિશન નહીં, પરંતુ સરકારે મહિલા અધિકારીઓ માટે તક પણ વધારી દીધી છે.
ડિસેમ્બર-૨૦૧૯માં ડોર્નિયર એરક્રાફ્ટ માટે નૌસેના પાઇલટ તરીકે પહેલા મહિલા અધિકારીની પસંદગી થઇ, સપ્ટેમ્બર-૨૦૨૦માં પહેલી વાર કોઇ સી કિંગ હેિલકોપ્ટર્સમાં બે મહિલા અધિકારીને સામેલ કરાયા હતા. નૌસેનાનાં જહાજ પર સેવા આપવા માટે ચાર મહિલા અધિકારીને તહેનાત રખાયા હતા. પહેલી વાર રિમોટલી પાઇલેટેડ એરક્રાફ્ટ માટે કોઇ મહિલા અધિકારીને િનયુક્ત કરાયા હતા અને નવિકા સાગર પરિક્રમા પહેલી એવી પરિયોજના, જેમાં ભારતીય નૌસેનાના મહિલા અધિકારીની એક ટીમે ૨૦૧૭-૧૮માં ભારતીય નૌસેનાની નૌકા આઇ.એન.એસ.વી.તારિનીથી દુનિયાનું ભ્રમણ કર્યું. અભિયાનથી નૌસેનામાં નારીશક્તિનું પ્રદર્શન કર્યું.
ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓની પહેલી બેચ ૧૯૯૩માં સામેલ કરાઇ
ભારતીય વાયુસેનામાં મહિલા અધિકારીઓની પહેલી બેચ ૧૯૯૩માં સામેલ કરાઇ હતી. પરિવહન અને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં મહિલા પાઇલટની પહેલી બેચ ડિસેમ્બર-૧૯૯૪માં ભરતી કરાઇ હતી. ભારતીય વાયુસેનામાં મહિલાઓ માટે તમામ શાખાને ૨૦૧૬માં ખોલવામાં આવી. તેના પરિણામ સ્વરૂપ ભારતને જૂન-૨૦૧૬માં મહિલા ફાઇટર પાઇલટ મળી. સપ્ટેમ્બર-૨૦૨૦ સુધી ભારતીય વાયુસેનામાં ૧૮૭૫ મહિલા અધિકારી છે, જેમાં ૧૦ ફાઇટર પાઇલટ અને ૧૮ નેવીગેટર સામેલ છે.
ભારતીય વાયુસેનામાં કેટલીય મહિલાઓએ પોતાની ઉપલબ્ધિઓથી દેશનું નામ રોશન કર્યું છે. ૨૯ મે, ૨૦૧૯ના રોજ ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કાંત દિવસ અને રાતે ઓપરેશન કરનાર પહેલાં મહિલા ફાઇટર બન્યાં. સારંગ ફોર્મેશન એરોબેટિક ડિસ્પ્લે ટીમમાં પહેલાં મહિલા પાઇલટ તરીકે ફ્લાઇટ લેફ્ટન્ટ દીપિકા મિશ્રા સામેલ છે. હવે ભારતીય સુરક્ષાદળમાં મહિલા અધિકારોને લઇ લૈંગિક પૂર્વગ્રહ સમાપ્ત થઇ રહ્યા છે. આજે વધુમાં વધુ મહિલાઓ સુરક્ષાદળમાં સામેલ થઇ રહી છે અને દેશની સેવા કરી રહી છે તથા દેશનું નામ રોશન કરી રહી છે. •