બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં પૂરઝડપે કાર ચાલકે રાહદારીઓને ફંગોળ્યા, CCTVમાં કેદ થયો ડેન્જર અકસ્માત
Last Updated: 01:21 PM, 10 February 2025
અમદાવાદના મેમનગરમાં હિટ એન્ડ રન કેસમાં આજે સવારે કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં આરોપીએ હવે પોતાની ભૂલ સ્વીકારી છે. તેણે કહ્યું કે મને ઘટનાનું ખુબજ દુઃખ છે.
ADVERTISEMENT
આ સાથે આરોપીએ પોતાનો લુલો બચાવ કરતા કહ્યું કે એક સપ્તાહ પહેલાજ મારી માતાનું નિધન થયું હોવાથી હું આઘાતમાં હતો. અને મારા ભત્રીજાને સ્કૂલે મુકીને આવી રહ્યો હતો જે દરમ્યાન ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર પર પગ દબાઇ ગયો હતો. આરોપીએ કહ્યું કે આ ઘટનાનું મને ખુબજ દુખ છે.
અમદાવાદના મેમનગરમાં થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા, જુઓ વીડિયો#ahmedabad #ahmedabadnews #reels #accident #shorts #viralvideo #gujarat #vtvgujarati pic.twitter.com/Ak0u3RCDxq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 10, 2025
ADVERTISEMENT
આ ઘટનામાં કાર ચાલકે 7 વાહનોને એક પછી એક અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની ઘટનામાં 7 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે. જેમાં એક એક વૃદ્ધા સહિત બે લોકોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરોપીની કારમાં દારૂની બોટલ હોવાનો પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે.
પોલીસે આ મામલે આરોપી સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
ફેરવેલમાં પાવર બતાવવા 30 લકઝરી કારનો કાફલો કાઢ્યો, સુરતની શાળાના સીનસપાટા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.